દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે. પરંતુ આજે કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરને ચેતવણીની વચ્ચે કોરોના વાયરસના વધતા કેસ ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ફરી 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. અને 640 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 43,654 કેસ નોંધાયા છે. જે ગઈકાલે આવેલા કેસ કરતા 12000થી પણ વધુ છે. મંગળવારે દેશમાં કોરોનાના 29,689 કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 4 લાખ 22 હજાર 22 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અત્યાર સુધી 3 કરોડ 6 લાખ 63 હજાર 147 રીકવર થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સક્રિય કેસ વધી ગયા છે પરંતુ દેશમાં હાલ કોરોનાના 3 લાખ 99 હજાર 436 એક્ટીવ કેસ છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે, જ્યારે 57 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.74 ટકા થયો છે.


