ડિજિટલ કરન્સી એટલે એવી કરન્સી જે ભૌતિક અથવા નકકર સ્વરૂપે ન હોય પણ માત્ર ઇલેકટ્રોનિક માધ્યમમાં હોય. કરન્સી હંમેશા કોઈક પ્રકારની ચુકવણી માટે વપરાય. સામાન્ય રીતે આપણે રૂપિયા કે ડોલર વગેરે કરન્સીમાં ચુકર્ણી કરીએ પણ ડિજિટલ કરન્સીમાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચુકવણી થાય. એ કરન્સીને તમે હાથમાં પકડી ન શકો, એ તો માત્ર તમારા કોમ્પ્યુટરમાં કે સ્માર્ટફોનમાં આંકડા સ્વરૂપે જ દેખાય. તમારે ચુકવણી લેવાની હોય કે કરવાની હોય એ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી જ થાય. છેલ્લા કેટલાંક વર્ષોમાં કરન્સીનું આંશિક ડિજિટલ સ્વરૂપ આપણે જોયું છે.
એટીએમ કે ઓનલાઈન ચુકવણી હવે વ્યાપક બની છે. તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઓનલાઈન ટ્રાન્સકર વગેરે દ્વારા ચુકવણી કરી શકો છો. પણ સાથે ભોતિક કરન્સી પણ ચલણમાં છે. તમે એટીએમ માં જઈને ડેબિટ કાર્ડ દ્વારા પૈસા ઉપાડી શકો છો. આય અત્યારે બંને સવલત ઉપલબ્ધ છે. ચેક દ્વરા પણ ચુક્વણી થઇ શકે છે. પણતાજેતરમાં બિટકોઈન જેવા ચલણોનો ફેલાવો વધ્યો એ પછી ડિજિટલ કરન્સી સમાચાર માધ્યમોમાં વધુ ચગી છે. અત્યાર સુધી કરન્સી જારી કરવાનું કામ મહદ અંશે વિવિધ દેશોની મધ્યસ્થ બેન્ક સંભાળતી આવી છે પણા બિટકોઈન કે અન્ય કિપ્ટો કરન્સી ખાનગી રીતે જારી થાય છે. તેના પર કોઈનો અંકુશ હોતો નથ. આ કારણે ડિજિટલ કરન્સી સત્તાધીશો માટે પડકારરૂપ બની છે. ડિજિટલ કરન્સીનો વ્યવહાર વધ્યો છે કેમ કે તેનો વપરાશ બહુઆસાન છે, તેને માટે કોઈ ચેક જારી નથી કરવો પડતો કે નથી બેન્કમાં કે એટીએમમાં જવું પડતું. ખાસ કરીને ઈ-કોમર્સનો વ્યાપ વધ્યો તેને લીધે ડિજિટલ કરન્સીના વપરાશમાં વૃદ્ધિ આવી છે. હવે આ પડકારનો સામનો કરવા વિશ્વની વિવિધ મધ્યસ્થ બેન્કોએ પોતાની ડિજિટલ કરન્સી વિક્સાવવાનો વિચાર કર્યો છે. આમ થાય તો તેનો અંકુશ મધ્યસ્થ બેન્ક પાસે જ રહે. આને સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી કહેવાય. તેમાં કેવા પ્રકારના નિયમો અને નિયમનો રહે, તેનો વપરાશ કઈ રીતે થાય, તેમાં કેવા લાભ અને કેવા જોખમો રહે ઇત્યાદિ મુદ્દાઓ પર વિચારણા અને ચર્ચા ચાલે છે. રિઝર્વબેન્ક ઓફ ઇન્ડિયાએ પણ હવે જાહેર કર્યું છે કે સેન્ટલ બેન્ક ડિજિટલ કરન્સીને તબક્કાવાર દાખલ કરાશે. હમણાં આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર ટી. રવિ શંકરે કહ્યું હતું કે તેના વિષે ઝીણવટથી વિચાર થઈ રહ્યો છે. તેને દાખલ કરતા પહેલા જોખમોનો પણ વિચાર કરવો પડશે અને વર્તમાન વ્યવસ્થાને ખલેલ ન પહોંચે તેની પણ કાળજી રાખવી પડશે.