જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં નામ ન લેવા બાબતે થયેલી માથાકૂટમાં ત્રણ શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી યુવાનના મિત્રોનું બાઈક સળગાવી નાખ્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હર્ષદ મીલની ચાલી પાછળ રહેતા મુકેશ શર્મા નામના યુવાને નામ ન લેવા બાબતે દિવ્યરાજસિંહ કિશોરસિંહ ચૌહાણ, વનરાજસિંહ નારુભા ચૌહાણ અને પરેશ ઉર્ફે પરિયો ભૂત નામના ત્રણ શખ્સોએ મધ્યરાત્રિના સમયે સાધના કોલોની ગેઈટ પાસે મુકેશને આંતરીને તેના ઉપર લાકડાના ધોકા અને લોખંડની પાઈપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ યુવાનના મિત્રનું જીજે-10-ડીએફ-3222 નંબરનું બાઈક સળગાવી નાખ્યું હતું. હુમલો કરી બાઈક સળગાવ્યાના બનાવમાં મુકેશ દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલો કરી બાઈક સળગાવ્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
જામનગરમાં યુવાન ઉપર હુમલો કરી બાઈક સળગાવ્યું
નામ બરાબર ન લેવા બાબતે માથાકૂટ : લોખંડનો પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો: યુવાનના મિત્રના બાઈકને આગ ચાંપી