જામજોધપુરના સિદસર ગામ પાસે આવેલ વેણુ નદી ઉપરનું ડાયવર્ઝન ધોવાયો હતો. ઉમિયાસાગર ડેમ ઓવરફલો થતાં વેણુ નદીમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઇ આ ડાયવર્ઝન ધોવાયો હતો. ઉલ્લેખનિય છે કે, ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા દ્વારા અનેક વખત આ ડાયવર્ઝન અંગે રજૂઆત કરી હતી. તેમજ સિદસર ગામના સરપંચ દ્વારા જે તે સમયે આ કામ ચલાઉ ડાયવર્ઝનનો વિરોધ કર્યો હતો અને નાયબ મુખ્યમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરી હતી. આમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતાં 65 લાખ રૂપિયાના ખર્ચે બનાવાયેલો ડાયવર્ઝન ધોવાયો હતો.