ઉજ્જૈનના સુપ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં આજે સવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ સમયેજ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ મહાકાળના દર્શન માટે આવ્યા હતા. તેમની સિક્યુરિટી અને અન્ય વ્યસ્થાને ધ્યાનમાં રાખી ભક્તોને માર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવતા ભારે ધક્કામુક્કી સર્જાય હતી. આ ધક્કામુક્કીમાં 8 જેટલા શ્રદ્ધાળુઓને ઈજા પહોચી હોવાનું જાણવા મળ્યું છે.