Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરસાપ પકડવાની કામગીરી વનવિભાગની ગાઇડલાઇન મુજબ કરાશે

સાપ પકડવાની કામગીરી વનવિભાગની ગાઇડલાઇન મુજબ કરાશે

વિડિયો: અરજી કરનાર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર શું કહે છે આ મામલે?

- Advertisement -


- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજયમાં સાપ પકડવા માટે સરકારની નવી ગાઇડલાઇન જાહેર કરતાં આ કામગીરી અનેક શહેરોમાં બંધ થઇ ગઇ છે. જોખમી આ કામગીરી માટે જામનગરના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર દ્વારા કરાયેલી અરજીબાદ નવી ગાઇડલાઇન પ્રમાણે સાપ પકડવાની કામગીરી ની પ્રક્રિયા માટે વનવિભાગમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા બાદ જ જે તે વ્યકિત આ કામગીરી કરી શકે તેમ છે.
રાજયમાં લાંબો દરિયાકિનારો ધરાવતાં જામનગર જિલ્લો વાઇલ્ડ લાઇફની દ્રષ્ટિએ પણ અલગ મહત્વ ધરાવે છે. આ જિલ્લામાં પક્ષી અભ્યારણ અને મરીન નેશનલ પાર્ક પણ આવેલાં છે. જેથી પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ જિલ્લામાં વનવિભાગ દ્વારા તકેદારી રાખવી જરૂરી બની ગઇ છે. હાલમાં જ એક સંસ્થા દ્વારા એક વર્ષ દરમ્યાન કુલ 3447 સાપોની બચાવ કામગીરી કરવામાં આવી હતી. ખરેખર જામનગર જિલ્લામાં આટલાં બધાં સાપો કયાં છોડવામાં આવ્યા? તેમજ 1955 બીનઝેરી અને 1450 ઝેરી સાપો કયારે પકડવામાં આવ્યાં અને કયાં વિસ્તારમાં છોડવામાં આવ્યાં તેમજ આ સાપો જે જગ્યાએ છોડવામાં આવ્યાં છે ત્યાં માનવ વસ્તી છે કે કેમ? આ કાર્યવાહી સંદર્ભે જામનગરના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મનીષ ત્રિવેદી દ્વારા વનવિભાગમાં લેખિત અરજી કરી વિગતો માંગવામાં આવી હતી. ઉપરાંત સાપ પકડવાની કામગીરી સરકારની ગાઇડલાઇન મુજબ કરવામાં આવે તો આવી બચાવ કામગીરી કરતાં કોઇપણ વ્યકિતના જીવનું જોખમ ન થાય અને સરકાર દ્વારા તેમને રક્ષણ પણ મળી રહે. હાલમાં જ રાજય સરકાર દ્વારા વન્યપ્રાણી સરક્ષણ ધારા-1972ની વિવિધ કલમો અનુસાર 7 વર્ષ સુધીની જેલની સજા અને 25,000 સુધીના દંડની જોગવાઇની ગાઇડલાઇન બહારપાડી આવી ગુનાહિત પ્રવૃતિ કરનારાઓને ચેતવવામાં આવ્યા હતાં.
આ અરજીના સંદર્ભે જામનગર વનવિભાગ દ્વારા રાજયસરકારની ગાઇડલાઇન મુજબ સાપ સહિતના જીવોને બચાવવાની કારગીરી કરવા માટે જાહેર કરાયું છે જેના પગલે જામનગરની સંસ્થાના નેજાં હેઠળ કરવામાં આવતી સાપ પકડવાની કામગીરી રાજય સરકારના પરિપત્ર જાહેર કરાયા બાદ એકાએક બંધ કરી દેવામાં આવી છે. જો કે, આ મામલે વનવિભાગ દ્વારા આ બચાવ કામગીરી માટે ગાઇડલાઇનની અમલવારી અને ટ્રેનિંગ લેનાર કોઇપણ વ્યકિત આ કામગીરી કરી શકે છે.
આ સંદર્ભે જામનગર વનવિભાગના અધિકારી રાધિકા પરસાણાએ જણાવ્યું હતું કે, હાલ જામનગર વનવિભાગમાં 143 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને તે પૈકીના 52 જેટલાં કર્મચારીઓ વન્યજીવ રેસ્કયુ કામગીરીમાં જોડાયેલાં છે ઉપરાંત તાલુકાના તમામ મથકોએ નવવિભાગ દ્વારા રેસ્કયુ ટીમ પણ બનાવવામાં આવી છે જે રાજય સરકારના પરિપત્ર મુજબ કામગીરી કરે છે અને જે કોઇ લોકોને આ કામગીરીમાં જોડાવવું હોય તે નવા પરિપત્ર મુજબ રેસ્કયુ કામગીરીમાં જોડાઇ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular