Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરને પાણી પુરૂં પાડતાં ઉંડ-1માં આઠ ફુટ અને આજી-3માં પાંચ ફુટ નવું...

જામનગરને પાણી પુરૂં પાડતાં ઉંડ-1માં આઠ ફુટ અને આજી-3માં પાંચ ફુટ નવું પાણી

- Advertisement -

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે જામનગર શહેરમાં પાણી પુરૂં પાડતાં 4 જળાશયો પૈકી બે જળાશયોમાં નવા પાણીની આવક થવા પામી છે. ઉંડ-1માં નવું 8 ફુટ પાણી આવતા ડેમની સપાટી 16 ફુટ પહોંચી છે. જયારે આજી-3માં નવું પાંચ ફુટ પાણી આવતાં ડેમની સપાટી 21.16 ફુટે પહોંચી છે. જયારે રણજીતસાગર અને સસોઇમાં નવા પાણીની આવક થવા પામી નથી. સાગરની સપાટી હાલ 18 ફુટ જયારે સસોઇની સપાટી 10.5 ફુટ હોવાનું જામ્યુકોના વોટરવર્કસ વિભાગના કાર્યપાલક ઇજનેર પીસી બોખાણીએ જણાવ્યું છે. હાલની સ્થિતિ મુજબ રણજીતસાગરમાં 480 એમસીએફટી, સસોઇમાં 301, ઉંડ-1 1126 અને આજી-3માં 927 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular