જામનગર શહેરમાં લાલવાડી આવાસ પાછળના વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા બે મહિલા સહિત પાંચ શખસોને પોલીસે રૂા.44,200 ની રોકડ રકમ અને બે બાઈક સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના ધૂંવાવ ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને પોલીસે રૂા.22,590 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના જામવંથલી ગામમાં રહેણાંક મકાનમાંથી તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સોને રૂા.35,630 ની રોકડ રકમ અને મોબાઇલ સહિત રૂા.44,630 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રોલ ગામમાં પટેલ પાર્ક જવાના માર્ગ પરથી તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને રૂા.11,300 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. લાલપુર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.11500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
પ્રથમ દરોડો, જામનગર શહેરમાં લાલવાડી આવાસ પાછળના વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા બે મહિલા અને ધમેન્દ્ર રમેશ પરમાર, વિક્રમસિંહ ગણપતસિંહ સરવૈયા, શીરાજ સદરૂદીન સોમાણી નામના ત્રણ શખ્સોને રૂા.44,200 ની રોકડ રકમ અને રૂા.60 હજારની કિંમતના બે બાઈક સહિત રૂા.1,04,200નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં મસ્જિદની બાજુમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ એ પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન છગન હરીશ સોલંકી, હસમુખ પરશોતમ સોનાગરા, શાહનવાઝ અબ્દુલ બુખારી, દિનેશ સવજી પરમાર, ગોવિંદ હરજી વકાતર, ફારુક જીકર ડોસાણી, પરેશ ઉર્ફે પલિયો નરેશ પરમાર નામના સાત શખસોને રૂા.22,590 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ મગન તલસાણિયા નામના શખ્સના મકાનમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પીએસઆઇ એસ. પી. સોઢા તથા સ્ટાફે રેઈડ દરમિયાન રાજેશ મગન તલસાણિયા, અશ્ર્વિન હરી રાઠોડ, અરજણ ઉર્ફે કનુ કેશુ રાઠોડ, રાજેશ ભુરા પરમાર, જયેશ માનસંગ મકવાણા, લાભુભારથી બચુભારથી ગોસાઈ, જગદીશ રણછોડ રાઠોડ અને ધીરજ છગન ભીમાણી નામના આઠ શખ્સોને રૂા.35,630 ની રોકડ રકમ અને રૂા.9000 ની કિંમતના સાત નંગ મોબાઇલ મળી કુલ રૂા.44,630 નો મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા રવિન્દ્રસિંહ ઉર્ફે રવિરાજસિંહ રણવીરસિંહ જાડેજા નામના શખ્સની શોધખોળ આરંભી હતી.
ચોથો દરોડો, ધ્રોલ ગામમાં પટેલ પાર્ક જવાના માર્ગ પર બાવળની ઝાળીઓમાં તીનપતિનો જૂગાર રમતા સુગારસિંહ લખનસિંહ નીનોલિયા, અરવિંદ લાલસિંગ અંશ, હાકિમ મેવારામકુશત્વાર, મુકેશ છોટેલાલ રજક, દિનેશસિંહ રતનલાલ બરશેના, રામબાબુ લખનલાલ બઘીલ, સોવરવ હરીકિશન એકચકિયા નામના સાત શખ્સોને રૂા.11300 ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.
પાંચમો દરોડો, લાલપુર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા બાબુ માલદે નંદાણિયા, સુલતાન ઈબ્રાહિમ ગામેતી, મહેન્દ્ર વાડોલિયા, રવિ હસમુખ સાપરિયા નામના ચાર શખ્સોને રૂા.11,500 ની રોકડ રકમ અને ગંજીપના વડે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.