વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. રાજકોટ જીલ્લામાં ભારે વરસાદના પરિણામે તારાજી સર્જાઈ હતી. જિલ્લામાં સૌથી વધુ ધોરાજીના મોટી મારડમાં 9 ઇંચ અને લોધિકામાં 8 ઇંચ વરસાદ ખાબકતાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોરબી રોડ પર આવેલા બીલેશ્વર મહાદેવ મંદિર પાસે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા એક કાર પાણીમાં તણાઈ હતી તેનો વિડીઓ વાયરલ થયો છે.
ધોરાજીના મોટીમારડ ગામમાં 9 ઇંચ વરસાદ નોંધાતાં ગામ બેટમાં ફરવાઈ ગયું છે. ગામનાં 5 તળાવો ઓવરફ્લો થઈ ગયાં છે. તમામ ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞીક રોડ, સોરઠિયાવાડી, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના પરિણામે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો પરેશાન થયા હતા.
The car sank in the water in Rajkot