ભારતમાં 2019ની તુલનાએ 2020માં વીજળી પડવાની ઘટનામાં 23 ટકા વધારો જોવા મળ્યો છે. તમિલનાડુ, આંધ્ર્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજયોમાં વીજળી પડવાની વધુને વધુ ઘટના સામે આવી. જયારે બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વીજળી પડવાથી સૌથી વધુ લોકોના જીવ ગયા.
સોમવારે જારી કરવામાં આવેલા અર્થનેટવકર્સના રિપોર્ટ મુજબ ભારતમાં 3.90 કરોડ વખત આકાશી વીજળી પડી. તેમાં 1.30 કરોડથી વધુ વખત જમીન સાથે અથડાઇ. આકાશી વીજળી જમીન સાથે ટકરાય ત્યારે જાનમાલને નુકસાન થવાની સંભાવાન વધારે રહે છે.
જાન્યુઆરીમાં મોસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી વિગત મુજબ દેશમાં વીજળી પડવાની ઘટનાઓના લીધે જુદા-જુદા ભાગોમાં કુલ 815 લોકોના જીવ ગયા. તેમાં બિહારમાં 280, ઉતરપ્રદેશમાં 220, ઝારખંડમાં 122 મધ્યપ્રદેશમાં 72, મહારાષ્ટ્રમાં 23 અને આંધ્રપ્રદેશમાં 20 મોત થયા હતા. ધ અર્થનેટવર્કસના કુમાર માર્ગસહાયમે જણાવ્યું હતું કે, વાસ્તવમાં આ આંકડો ઘણો વધારે છે. લોકોને સમયસર મોસની એલર્ટ મળવા અને તેને લઇને જાગૃતિ ફેલાવીને લોકોનો જીવ બચાવી શકાય છે.
અર્થનેટવકર્સનો દાવો છે કે, સમગ્ર ભારતમાં જુદી-જુદી કેન્દ્રિય અને રાજયોની એજન્સીઓ, યુનિવર્સિટીઓ અને ખાનગી ક્ષેત્ર આ મુદ્દે એકસાથે મળીને કામ કરી રહયા છે. સરકારી એજન્સીઓ જેવી કે, ભારત સશસ્ત્ર દળ, પૃથવી વિજ્ઞાન મંત્રાલય અને ઉત્તરપૂર્વી અંતરિક્ષ અનુપ્રયોગ કેન્દ્ર મૌસમને લઇને પોતાની તૈયારીઓ વધારવા માટે અર્થ નેટવર્કના લાઇટનિંગ સેન્સર અને તેના ડેટાનો પ્રયોગ કરે છે.
ભારતમાં ગયા વર્ષે 1.30 કરોડ વખત વિજળી પડી
વિજળી પડવાની ઘટનામાં આગલા વર્ષની સરખામણીએ 23 ટકાનો વધારો : કુલ 815 લોકોના જીવ ગયા