જામનગરથી કાલાવડ જવાના માર્ગ પર સપડા નજીક સોમવારે સાંજના સમયે પોલીસની બોલેરો વાહનને પૂરઝડપે બેફીકરાઈથી આવતી કાર સાથે અથડાતા અકસ્માતમાં બન્ને વાહનોમાં નુકસાન થયું હતું. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરથી કાલાવડ જવાના માર્ગ પર જામનગર પોલીસની જીજે-10-જી-0986 પી-26 નંબરની બોલેરો સોમવારે સાંજના સમયે સપડા ગામના પાટીયા પાસે પહોંચી ત્યારે સામેથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-10-બીજી-4436 નંબરની ડસ્ટર કારના ચાલકે કાબુ ગુમાવતા પોલીસની બોલેરો સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પોલીસવાહન અને ખાનગી વાહનના આગળના ભાગમાં નુકસાન થયું હતું. સદ્નસીબે આ અકસ્માતમાં કોઇ પોલીસકર્મચારીને કે અન્ય કોઇ વ્યકિતને ઈજા પહોંચી ન હતી. અકસ્માતના બનાવ અંગે એમ.ટી. વિભાગમાં કોન્ટ્રાકટ બેઈઝ ચાલક કિરીટસિંહ જાડેજાએ બનાવની જાણ કરતા હેકો સી જે જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ડસ્ટર કારના ચાલક વિરૂધ્ધ પોલીસ વાહનમાં અકસ્માત કરી 70 હજારનું નુકસાન પહોંચાડયાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
સપડા નજીક પોલીસ બોલેરોને અકસ્માત
પોલીસ બોલેરો અને ડસ્ટર કાર વચ્ચે અકસ્માતમાં જાનહાની ટળી: પોલીસ વાહનમાં 70 હજારનું નુકસાન