કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશમાં વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસએ જંગ છેડી છે. જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી સામે દરરોજ આશ્ર્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં છે. આજરોજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વિકટોરીયા પુલ નજીક વધતી મોંઘવારી સામે સહી ઝુંબેશ યોજી હતી અને વધતી મોંઘવારીના વિરોધમાં નાગરિકોની સહી મેળવી હતી.
જામનગર સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલ, ગેસના બાટલા, ખાદ્ય તેલ સહિતની ચીજવસ્તુઓના ભાવો સતત વધી રહ્યાં છે. આ ભાવ વધારા સામે જામનગર કોંગ્રેસ લડત ચલાવી રહી છે. કોંગ્રેસ દ્વારા આજરોજ મોંઘવારી સામે ગાંધીગીરી સાથે સહી ઝુંબેશ શરૂ કરી હતી. આ તકે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા, નુરમામદ પલેજા તેમજ વોર્ડ નં. 10 અને 11ના કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં.