કાલાવડ ગામમાં આવેલી મુખ્ય બજારમાં કોલ્ડ્રીંકસના દુકાનદારે ગ્રાહકો હોવાથી શખ્સને જાતે પાણી પી લેવાનું કહેતા શખ્સે ઉશ્કેરાઈને દુકાનદારના સાથે ગાળાગાળી કરી ફડાકા મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ, કાલાવડ ગામની મુખ્ય બજારમાં આવેલા જય સોમનાથ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં સોમવારે સાંજના સમયે એજાજ હબીબ નામનો શખ્સ આવ્યો હતો અને દુકાન પર રહેલા પ્રિતેશ નામના યુવાન પાસે પીવાનું પાણી માંગ્યું હતું. જેથી દુકાનદારે કહ્યું કે ‘ગ્રાહકો છે, તમે જાતે પાણી પી લીયો’ આમ કહેતા એજાજ ઉશ્કેરાઈ ગયો હતો અને દુકાને રહેલા પ્રિતેશ સાથે ગાળાગાળી કરી ફડાકા ઝીંકી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં હેકો એસ. એસ. જાડેજા એ પ્રિતેશના નિવેદનના આધારે ગુનો નોંધી એજાજની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.