Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર જિલ્લામાં ત્રણ સ્થળે જૂગારદરોડામાં 11 શખ્સ ઝડપાયા

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળે જૂગારદરોડામાં 11 શખ્સ ઝડપાયા

પીઠડમાંથી તીનપતિ રમતા છ શખ્સો રૂા.12,150 ની રોકડ સાથે ઝબ્બે : વાલાસણમાંથી તીનપતિ રમતા છ શખ્સો રૂા.35,130 ના મુદ્દામાલ સાથે ઝડપાયા

- Advertisement -

જોડિયા તાલુકાના પીઠડ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,150 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુરના વાલાસણ ગામમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.10130 ની રોકડરકમ અને બાઈક મળી કુલ રૂા.35,130 ના મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા એક શખ્સને પોલીસે રૂા.2400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જોડિયા તાલુકાના પીઠડ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા લાલુભા નાનાભા જાડેજા, અજીતસિંહ હરુભા જાડેજા, વિજયસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ વેરુભા જાડેજા, ઉપેન્દ્રસિંહ બાબભા જાડેજા, યુવરાજસિંહ ખુમાનસિંહ જાડેજા નામના છ શખ્સોને રૂા.12,150 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

બીજો દરોડો, જામજોધપુર તાલુકાના વાલાસણ ગામમાં વોંકળાના કાંઠેના પટમાં તીનપતિનો જૂગાર રમતા શાંતિ પ્રેમજી ભડારિયા, મનસુખ ગાંડુ રતનપરા, પરશોતમ છગન વૈષ્નાણી, ઘનશ્યામસિંહ અજીતસિંહ વાળા, ગીરીશ આંબા ચૌહાણ, બાધુભા રણજીતસિંહ વાળા નામના છ શખ્સોને રૂા.10130 ની રોકડ રકમ અને રૂા.25000 ની કિંમતના બે બાઈક મળી કુલ રૂા.35,130 ના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામજોધપુરમાં પોલીસે બાતમીના આધારે જાહેરમાં વર્લીમટકા રમતા ગુલાબ બાવા વ્યાસ નામના શખ્સને રૂા.2400 ની રોકડ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લઇ પૂછપરછ દરયિમાન ધર્મેશ ઉર્ફે કાનો અશ્ર્વિન મણવર નામનો શખ્સ નાશી ગયો હોય જેથી પોલીસે શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular