જામનગર જિલ્લાના મોરારદાસ ખંભાલિડા ગામમાં રહેતા ખેડૂત યુવાને બીમારીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોરારદાસ ખંભાલિડા ગામમાં રહેતાં અને ખેતી કરતા બળદેવસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ.25) નામના યુવાનને બે માસ અગાઉ માથાના ભાગે ઈજા થઈ હતી અને આ ઈજાની સારવાર ચાલુ હતી તે દરમિયાન જિંદગીથી કંટાળીને શનિવારે રાત્રિના સમયે તેના ઘરના પંખામાં લુંગી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ વનરાજસિંહ જાડેજા દ્વારા કરાતા હેકો એન.વી. ગઢવી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરારદાસ ખંભાલિડા ગામમાં ખેડૂતની આત્મહત્યા
માથાના ભાગે ઈજા થયા બાદ જિંદગીથી કંટાળી ભર્યુ પગલું : ગળેફાંસો ખાઇ જીવતરનો અંત આણ્યો