Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગુજરાત STમાં ખાલી જગ્યાઓ બેસુમાર, કર્મચારીઓમાં અસંતોષ

ગુજરાત STમાં ખાલી જગ્યાઓ બેસુમાર, કર્મચારીઓમાં અસંતોષ

- Advertisement -

એસ.ટી.નિગમમાં મંજૂર થયેલા મહેકમમાં 11,713 કર્મચારીઓની ઘટ વર્તાઇ રહી છે. અતિ મહત્વની જગ્યા ગણાતી ડ્રાઇવરોની જ 3 હજારથી વધુ જગ્યાઓ ખાલી પડી છે. કંડક્ટરની પણ 3,155 જગ્યાઓ ખાલી છે. બસની મરામત કરનારા હેલ્પરોની કુલ જગ્યા 5,177 મંજૂર છે તેમાં પણ 3,730 જગ્યાઓ હજુ સુધી ભરવામાં આવી નથી.

નિગમના ત્રણેય માન્ય સંગઠનો દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે કે ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવે અને રોજગારી પુરી પાડવામાં આવે. હાલમાં સ્ટાફ ઘટને લઇને કર્મચારીઓ કામના ભારણ વચ્ચે માનસિક અને શારીરિક તાણ અનુભવી રહ્યા છે.

છેલ્લા 18 વર્ષથી કર્મચારીઓના બાળકોને રહેમરાહે નોકરી આપવામાં આવી નથી. કુલ 944 જેટલા બાળકો રહેમરાહની નોકરીની રાહ જોઇને બેઠા છે. પટાવાળાની જગ્યા છેલ્લા 25 વર્ષથી ભરવામાં આવી નથી.

ભરતીમાં 33 ટકાના ધોરણે રહેમરાહે નોકરી માટે લાયકાત ધરાવતા અરજદારોની ભરતી કરવાની સુચના હાઇકોર્ટની હોવા છતાંય તેનું પાલન થઇ રહ્યું ન હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે.લાયકાતના ધોરણે કેડર બદલવાની પણ મંજૂરી અપાતી નથી.

વર્ષ 2011 પછી મૃતક કર્મચારીના વારસદારોને રોડક આર્થિક પેકેજ આપવાનું નક્કી કરાયું છે. તેમાં રાજ્ય સરકારના કર્મચારીઓને 8 લાખ અપાઇ રહ્યા છે જ્યારે નિગમના કર્મચારીઓને ફક્ત 4 લાખ અપાઇ રહ્યા હોવાથી કર્મચારીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

આમા પણ ફિક્સ પગારદારોને તો કોઇ રોકડ સહાયનો લાભ જ મળતો નથી. નિગમમાં પચાસ ટકાથી વધુ કર્મચારીઓ ફિક્સ પગારદારો છે. તેઓ અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે. સ્ટાફ ઘટ પુરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular