જનસંખ્યા નિયંત્રણને લઈને ઉત્તર પ્રદેશ સરકારની નવી નીતિની ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકાર પણ જનસંખ્યા મામલે કાયદો લાવવાની તૈયારીમાં છે. કાયદો બનાવતા પહેલા ભાજપનું શિર્ષ નેતૃત્વ ધીરે ધીરે આ દિશામાં આગળ વધી રહ્યું છે. એક તરફ ભાજપ શાસિત રાજ્યોને નીતિઓ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. જેનાથી આ મુદ્દે દેશભરમાં એક માહોલ બનાવી શકાય. આ કડીમાં જ ઉત્તર પ્રદેશમાં જનસંખ્યા નિયંત્રણ નીતિ રજૂ કરવામાં આવી છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વાએ પણ કહ્યું છે કે, નીતિ ઉપર ટૂંક સમયમાં નિર્ણય કરવામાં આવશે. બીજી તરફ રાજ્યસભા સાંસદો મારફતે સદનમાં પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરી એવો દાવ ચાલવામા આવી રહ્યો છે જેનાથી કાયદો બનાવવાની દિશામાં આગળ વધી શકાય. આગામી સત્રમાં લોકસભામાં અડધો ડઝન સાંસદ પણ જનસંખ્યા નિયંત્રણ મુદ્દે પ્રાઈવેટ મેમ્બર બિલ લાવી શકે છે.
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, હરનાથ સિંહ યાદવ અને અનિલ અગ્રવાલે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું છે. કહેવાય છે કે ચોમાસુ સત્રમાં આ બિલ ઉપર ચર્ચા થઈ શકે છે. ચર્ચા માટે છ ઓગષ્ટનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે અને તેના ઉપર વોટિંગ કરાવવામાં આવે તેવી પણ શક્યતા છે.જાણકારોનું કહેવું છે કે, કાયદા મંત્રાલય હોય કે ગૃહ મંત્રાલય કોઈ પણ ખરડો લાવે અથવા પ્રાઈવેટ મેમ્બર બિલ આવે તેમાં કોઈ અંતર રહેતું નથી.
સૂત્રોના કહેવા પ્રમાણે જનસંખ્યા નિયંત્રણને લઈને કાયદો બનાવવાનો સરકારના એજન્ડામાં સૌથી ઉપર છે. આ માટે પ્રાઈવેટ મેમ્બર બિલ હોવા છતા સરકારની યોજના વિધેયકને રાજ્યસભામાં પસાર કરાવવાની અને આ માટે વિપક્ષી દળોનું સમર્થન પણ મેળવવાની કવાયત છે. ઉત્તર પ્રદેશ સરકારની જનસંખ્યા નિયંત્રણ નીતિને સમર્થન આપનારી એનસીપીના પ્રમુખ શરદ પવારના નિવેદનને પણ વિધયેક મુદ્દે સમર્થનના સરકારના પ્રયાસના સંદર્ભમાં જ જોવામાં આવી રહ્યું છે. કોઈપણ ખરડો સંસદના બન્ને સદનમાં પસાર થવો જરૂરી છે. પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરનારા સાંસદ અનિલ યાદવના કહેવા પ્રમાણે વડાપ્રધાન પહેલા જ 15 ઓગષ્ટ 2019ના લાલકીલ્લા ઉપરથી જનસંખ્યાને લઈને પોતાની વાત કહી ચૂક્યા છે. હવે સમય આવી ગયો છે કે જનસંખ્યા નિયંત્રણ નીતિને અમલમાં મૂકવામા આવે અને તમામ દળો રાજનીતિથી આગળ આવીને રાષ્ટ્રીય મુદ્દે સાથ આપે. જનસંખ્યા વિસ્ફોટ જે રીતે વિકાસને રુંધે છે તેનાથી આશા છે કે વિપક્ષી દળો પણ જનસંખ્યા નીતિ મુદ્દે સાથ આપશે. આ મુદ્દે ત્રણ સાંસદોએ મળીને પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું છે.
વસતિ નિયંત્રણ માટે ધમધમાટ શરૂ
વિશ્વમાં ઓગસ્ટ ક્રાંતિ જાણીતી છે, દેશમાં ઓગસ્ટના પ્રારંભે નવી વૈચારિક ક્રાંતિ