અનેક બાળકો પર ઓનલાઇન ગેમનો ખરાબ પ્રભાવ પડી રહ્યો છે. એક 12 વર્ષના બાળકને ઓનલાઇન અભ્યાસ માટે તેના પિતાએ ફોન આપ્યો હતો. પરંતુ ઓનલાઇન ગેમની ટેવના પરિણામે તેણે ગેમમાં હથિયાર ખરીદવા માટે તેના પિતાના ખિસ્સામાંથી પૈસાની ચોરી કરી માતાના ઘરેણા વહેચી ઘર મૂકી જતો રહ્યો હતો.
દિલ્હીના પ્રીતવિહારમાં રહેતા એક 12 વર્ષીય બાળકને ઓનલાઈન ગેમની ખોટી ટેવ પડી જતા તેણે છેલ્લા 1મહિનામાં ગેમમાં હથિયાર ખરીદવા માટે 20હજાર રૂપિયા બગાડ્યા. પિતાના ખિસ્સામાંથી તેણે પૈસાની ચોરી કરી અને માતાના ઘરેણા પણ વહેચી નાખ્યા. બાદમાં પકડાઈ જવાના ડરથી તે ઘર મૂકીને દિલ્હીથી ટ્રેન મારફતે અલીગઢ જંકશન પહોચ્યો. અહીં તે પ્લેટફોર્મ પર આંટા મારી રહ્યો હતો તે દરમિયાન અમુક યાત્રીઓએ આરપીએફને સુચના આપી અને બાદમાં તેની પૂછપરછ કરવામાં આવતા મામલો સામે આવ્યો હતો.
બાળકે ફોનમાં બેટલગેમ ડાઉનલોડ કરી. ધીમે ધીમે તેને રમતની ટેવ પડી ગઈ અને અપડેટ કરવા માટે ઓનલાઇન હથિયાર ખરીદવા હોવાથી પિતાના ખિસ્સામાંથી પૈસાની ચોરી શરૂ કરી. તેના વિસ્તારમાં રહેતો એક યુવક તેના ખાતામાંથી ઓનલાઈન હથિયાર ખરીદી બદલામાં બાળક પાસેથી ભારે કમિશન લેતો હતો. એકવાર, તેણે તેની માતાના દાગીના ચોર્યા અને નજીકના ઝવેરીઓને વેચી દીધા, જ્યારે તેની માતાને ખબર પડી કે ઘર માંથી ઘરેણા ગુમ થયા છે તો બાળક ડરી ગયો. પકડાવાના ડરથી તે ઘર છોડીને જતો રહ્યો હતો.