Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરમીઠાની લીઝ રિન્યૂ કરવાની કામગીરી શરૂ કરવા માંગણી

મીઠાની લીઝ રિન્યૂ કરવાની કામગીરી શરૂ કરવા માંગણી

મીઠાની ભાડાપટ્ટાની જમીનના કરના વધારાના કરબોજને રદ્ કરવાના નિર્ણયને આવકારતું ધી ઇન્ડિયન સોલ્ટ મેન્યુ. એસોસિએશન

- Advertisement -

ગુજરાત સરકારનાં મહેસુલ વિભાગ દ્વારા વર્ષ 2011માં મીઠાની ભાડાપટ્ટાની જમીન ઉપર જમીન ભાડુ, પંચાયત કર, પંચાયત ઉકર અને શૈક્ષણિક કર ઉપરાંત બિનખેતી આકાર લેવાનો પ્રસ્તાવ ઠરાવેલ જે ખરેખર તો મહેસુલી અધિનિયમ મુજબ મીઠુ પકવવાની ભાડાપટ્ટાની જમીનને લાગુ પાડી શકાય તેમ નહોતું અને જે-તે સમયે મીઠા ઉત્પાદકોનાં એસોસિએશન ધી ઇન્ડીયન સોલ્ટ મેન્યુફેકચરર્સ એસો. (ઇસ્મા) દ્વારા 2011થી લઇને વારંવાર રજૂઆતો કરવાનાં અંતે વિચારણા અર્થે મોકૂફ રાખેલ અને જે-તે સમયે મહેસુલ વિભાગ દ્વારા ભાડાપટ્ટો રિન્યૂ કરવાનો થતો હોય તેવા ઉત્પાદકો પાસે જો આવી બિનખેતી કર લાગુ પડે તો તે ભરવા શરતી બાહેંધરી પત્રક લેવામાં આવેલ અને આ કારણોસર છેલ્લા 12 વર્ષથી મીઠાની ભાડાપટ્ટાની જમીનની ભાડાપટ્ટો રિન્યૂ કરવામાં આવતાં નહોતા જેના કારણે મીઠા ઉદ્યોગ અને લીઝ ધારકોને પારવાર મુશ્કેલી પડતી હતી.

2-9-2020ના રોજ મહેસુલ વિભાગ દ્વારા બિનખેતી કર લાગુ પાડવા જાહેરનામુ બહાર પાડી કાયદેસર રીતે અસરકર્તા લોકો પાસેથી અને સમગ્ર મીઠા ઉત્પાદકો પાસે વાંધોઓ મંગાવવામાં આવ્યા હતાં. જેમાં ધી ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેકચરર્સ એસો.ના વડપણ હેઠળ તમામ મીઠા ઉત્પાદક જિલ્લાઓના પ્રાદેશિક એસોસિએશનો અને વ્યક્તિગત લીઝ ધારકો દ્વારા વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતાં. જેને ધ્યાને લઇ મહેસુલ વિભાગના નોટિફિકેશન દ્વારા વધારાના કરબોજને રદ્ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દશ વર્ષથી વધુ સમયથી વહીવટી કારણોસર મીઠાની લીઝો રિન્યૂ કરવાની કામગીરી કલેકટર કક્ષાએ અટકાવવામાં આવી છે. તે તાત્કાલિક શરુ કરવા પણ માંગણી કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular