Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયફરી સક્રિય થયો કોરોના : રિકવરી કરતાં નવા કેસ વધ્યાં

ફરી સક્રિય થયો કોરોના : રિકવરી કરતાં નવા કેસ વધ્યાં

- Advertisement -

કોરોના વાયરસના કેસોમાં છેલ્લા બે મહિનાથી ઘટાડો આવ્યા બાદ ફરી એક વખત માથું ઉંચક્યું હોવાનું જણાય છે. વિતેલા 24 કલાકમાં રિકવર થયેલા કેસ કરતા કોરોનાના નવા કેસ વધ્યા છે. 55 દિવસ બાદ કોરોનાના નવા 45,892 કેસ નોંધાયા છે જ્યારે રિકવર થયેલા દર્દીની સંખ્યા 44,291 રહી છે. દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને 3,07,09,557 થયો છે. કેન્દ્રીય મંત્રાલયના મતે કોરોનાના સક્રિય કેસો વધીને 4,60,704 થયા છે. કોરોનાથી એક દિવસમાં વધુ 817 લોકોના મોત થયા હોવાથી કુલ મૃત્યુઆંક વધીને 4,05,028 થયો હોવાનું મંત્રાલયે જણાવ્યું છે. દેશમાં કોરોનાના સક્રિય કેસો કુલ કેસ લોડના 1.50 ટકા છે. રિકવરી રેટ 97.18 ટકા નોંધાયો છે. એક દિવસમાં એક્ટિવ કેસમાં 784 દર્દીનો ઉમેરો થયો છે. અત્યાર સુધીમાં કોરોના સામે 2,98,43,825 લોકો સ્વસ્થ થયા છે. કોરોનાથી મૃત્યુદર 1.32 ટકા નોંધાયો છે. બુધવારે દેશમાં કોરોનાના 18,93,800 સેમ્પલનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. અત્યાર સુધીમાં કુલ 42,52,25,897 કોરોના સેમ્પલનું પરિક્ષણ કરાયું છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.42 ટકા તેમજ સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.37 ટકા રહ્યો છે. દેશમાં કોરોનાને હરાવવા માટેનું એકમાત્ર શસ્ત્ર રસીકરણ છે. કેન્દ્ર સરકાર રસીકરણને વેગવાન બનાવવા પ્રયાસ કરી રહી છે. દેશમાં આશરે 36.48 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા 24 કલાકમાં વધુ 817 દર્દીઓએ દમ તોડ્યો હતો જેમાં મહારાષ્ટ્રમાં 326, કેરળમાં 148 અને કર્ણાટકમાં 75નો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular