Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં લૂડો ઉપર જૂગાર રમતા બે શખ્સ ઝડપાયા

જામનગરમાં લૂડો ઉપર જૂગાર રમતા બે શખ્સ ઝડપાયા

સેટેલાઇટ સોસાયટીમાંથી ઘોડીપાસા રમતા સાત શખ્સ ઝબ્બે : જામજોધપુરના સખપુરમાંથી જૂગાર રમતા ચાર શખ્સ ઝડપાયા: ચાર શખ્સો નાશી ગયા

- Advertisement -

જામનગર શહેરના ભીમવાસ શેરી નં.3 માં જાહેરમાં મોબાઇલ ઉપર લૂડો ગેમમાં પૈસાની હારજીત કરતા બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.7,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગર નજીક આવેલા મોરકંડા રોડ પરની સેટેલાઈટ સોસાયટીમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા સાત શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.4500ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર તાલુકાના સખપુર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.820 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

જૂગારદરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં ભીમવાસ શેરી નં.3 માં જાહેરમાં મોબાઇલ ફોનમાં લૂડો ગેમ રમી પૈસાની હારજીત કરતા જયંતી કરશન ચૌહાણ અને નરેન્દ્ર ઉર્ફે મહેશ મહેન્દ્ર ગોહિલ નામના બે શખ્સોને રૂા.2250 ની રોકડ રકમ અને પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.7250 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામનગરમાં મોરકંડા રોડ પર આવેલી સેટેલાઈટ સોસાયટીના આંબલી ચોકમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા ઈર્શાદ હસન બાદીદા, તબરેજ નસીર અબદાન, મોહમંદ ઓસમાણ ખંભાળિયા, ઈરફાન ઈશરાફીલ અંસારી, ઈર્શાદ ઈકબાલ રાવઠઠ્ઠા, મહંમદઅકરમ ઈકબાલ બ્લોચ અને કાસમ રમજાન કરાર નામના સાત શખ્સોને રૂા.4500 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામજોધપુર તાલુકાના સખપુર ગામમાં જાહેર રસ્તા ઉપર તીનપતિનો જૂગાર રમતા યાકુબ મામદ ધોધા, હાસમ વલીમામદ હાલેપોત્રા, ઉમર ઓસમાણ ધોધા, હસન ઉમર ધોધા નામના ચાર શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.820 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. તેમજ રેઈડ પૂર્વે નામોરી નુરમામદ ધોધા, સુમાર નુરમામદ ધોધા, ઉઢા અલી ધોધા, અલી સુમાર હાલેપોત્રા નામના ચાર શખ્સો નાશી ગયા હોય જેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular