Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમ્યુકોરની સારવાર માટે ‘બનાવટી’ દવા !

મ્યુકોરની સારવાર માટે ‘બનાવટી’ દવા !

દર્દીઓને પણ નથી છોડતાં બેશરમ તત્વો: ગરવી ગુજરાતને વધુ એક કલંક

- Advertisement -

મ્યુકરમાઇકોસિસની સારવાર માટે વપરાતી બનાવટી દવાના ઉત્પાદન અને વેચાણનું રાષ્ટ્ર વ્યાપી કૌભાંડ પકડાયું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે સુરત અને અમદાવાદમાં દરોડા પાડીને રૂ. 50.16 લાખની બનાવટી દવાનો જથ્થો જપ્ત કર્યો છે.

- Advertisement -

મ્યુકરમાઇકોસિસની સારવાર માટે ડોકટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી દવા બનાવટી તૈયાર કરીને રાજયભરમાં તેનું વિતરણ થઇ રહ્યાની માહિતીના આધારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે રાજયના અલગ અલગ સ્થળે દરોડા પાડયા હતાં. બનાવટી દવાનો જથ્થો પકડી પાડીને તેને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ પૃથ્થકરણમાં દવા બનાવટી હોવાનું જાહેર થયું હતું. આથી રાજયભરમાંથી આ દવાનો 1440 ટેબ્લેટનો જથ્થો જપ્ત કરાયો હતો.ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં તેલંગણાના હૈદ્રાબાદની મે. એસ્ટ્રા ઝેનીકસ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા આ દવાનું ઉત્પાદન કરીને બોટલમાં પેક કરીને વેંચાણ કરાતું હોવાનું અને બોટલનો ભાવ રૂ. 20,500 હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત તેલંગણાના ડ્રગ કંટ્રોલર સાથ વાતચીત કરતાં એવું જણાવા મળ્યું હતું કે, આ દવા બનાવતી કંપની પાસે ઉત્પાદન માટેનું પ્રોડકટ લાયસન્સ ધરાવતી નથી તેમજ આ ઉત્પાદક અને માર્કેટીંગ કરતી હૈદ્રાબાદની પેઢી મે. એસ્પેન બાયોફાર્મ લેબ્સ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા આ બનાવટી દવાનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ ખાતેની મે સિધ્ધા ફાર્મસી અને સુરતની મે. અંબીકા મેડિકલ એજન્સી અને જય અંબે મેડિકલ નામની પેઢીઓમાં બનાવટી દવાનું વેંચાણ કરવામાં આવે છે. આ તમામ દવાઓ અમદાવાદના પાલડી ખાતેની મે. વર્ધમાન ફાર્મા અને શુકન મેડિકલ એન્ડ સર્જીકલ સ્ટોર ડેલવીચ હેલ્થકેર અને ગાંધીનગરની પોલવેટ કેર સહિતની પેઢીઓને દવા સપ્લાય કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી. કોશિયાના જણાવ્યા પ્રમાણે રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાંથી રૂ. 50.16 લાખની કિમતની 1440 ટેબ્લેટ અને 182 સસ્પેશનની બોટલ જપ્ત કરવામાં આવી છે. અમદાવાદના પાલડી ખાતે મે. વર્ધમાન ફાર્માના સંચાલક નૈતિક મંગળદાસ શાહ ભુતકાળમાં પણ આવી બનાવટી દવાના કૌભાંડમાં સંકળાયેલ છે. મ્યુકરમાઇકોસિસની બનાવટી દવાના ઉત્પાદન અને વેચાણનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ હોય ભારત સરકારના ડ્રગ્સ કંટ્રોલર જનરલને જાણ કરવામાં આવી છે. હૈદ્રાબાદની કંપની દ્વારા વેચાણ કરાયેલી દવાનો કેટલો જથ્થો ગુજરાતમાં આવ્યો છે? તે અંગે ઔષધ નિરીક્ષક દ્વારા તપાસ ચાલે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular