Friday, October 18, 2024
Homeરાજ્યગુજરાતએક મહિનાથી ગુમ પત્ની ન મળતા PI પતિ જ શંકાના ઘેરામાં, નારકો...

એક મહિનાથી ગુમ પત્ની ન મળતા PI પતિ જ શંકાના ઘેરામાં, નારકો ટેસ્ટ કરાવવા તજવીજ શરુ

પીઆઈનો ચાર્જ પરત લઇ લીવ રિઝર્વમાં મૂકાયા

- Advertisement -

વડોદરા પોલીસતંત્રમાં એસઓજી તરીકે ફરજ બજાવતા પીઆઈ અજય દેસાઈ જ હવે પોલીસની શંકાના ઘેરામાં છે.આ કેસની તપાસ શરુ થતાંની  સાથે જ પોલીસ વડાએ પીઆઇ દેસાઇને લીવ રિઝર્વમાં મુકી દીધા છે. પીઆઈ અજય દેસાઈના ગાંધીનગર ખાતે સસ્પેક્ટ ડિટેકશન સીસ્ટમ ટેસ્ટ પોલીસે કરાવ્યો છે, અને નારકો ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.

કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા જિલ્લા એસઓજી પીઆઇ એ.એ.દેસાઇનાં પત્ની સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ 5જુનની રાત્રીથી સવારના અરસામાં ઘર છોડીને ક્યાંક જતા રહ્યા છે. ત્યારથી આજદિન સુધી તેની ભાળ ન મળતા ચકચાર મચી જવા પામી છે. તેમની શોધખોળ માટે પેમ્પલેટ છપાવી જાહેરાત કરવામાં આવી છે. સ્વીટી પટેલ હજુ સુધી ગુમ હોવાથી હવે પીઆઈ પતી જ શંકાના ઘેરામાં છે. કારણકે આ અગાઉ સ્વીટી પટેલના ભાઈએ પોલીસ દફતરમાં ફરિયાદ કરી હતી કે તેની પત્નીને સાસરિયમાં કોઈ બોલાવતા ન હોવાથી તેણી ટેન્શનમાં છે. પતી-પત્ની અલગ જ્ઞાતિના હોવાથી સામાજિક પ્રશ્નના લીધે પણ બન્ને વચ્ચે અણબનાવ થયો હોવાની શક્યતા છે. વર્ષ 2016માં સ્વીટી અને અજય દેસાઈએ લવ મેરેજ કર્યા હતા. અને તેમનો બે વર્ષનો પુત્ર પણ છે.

- Advertisement -

સ્વીટીએ અગાઉ બે ડિવોર્સ કર્યા હોવાનું સામે આવ્યું છે. અને અજય દેસાઈ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા છે. સ્વીટીએ આ આગાઉ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પ્રવાસ પણ કરેલો છે. તેણીનો પૂર્વ પતિ હેતસ પંડ્યા ઓસ્ટ્રેલિયા રહે છે.     હેતસ અને સ્વીટીના 17 વર્ષીય પુત્ર રીધમ પંડ્યાએ આ અંગે જણાવ્યું છે કે થોડાં વર્ષો પહેલાં મારાં મમ્મી-પપ્પા અલગ થયાં હતાં અને હું અને મારો નાનો ભાઇ પપ્પા સાથે ઓસ્ટ્રેલિયામાં રહીએ છીએ. અને હું પણ મારી મમ્મીને શોધવા પ્રયત્ન કરી રહ્યો છું. રિધમે સોશિયલ મીડિયામાં પણ એક પોસ્ટ અપલોડ કરી છે તેમાં લખ્યું છે કે મને ડર છે કે મારી મમ્મી સાથે કદાચ કંઇક ખોટું તો નહીં થયું હોય ને. પ્લીઝ હેલ્પ, તમારી પાસે કોઇ જાણકારી હોય તો જણાવશો કે આ પોસ્ટને જેટલા લોકોને મોકલી શકો એટલા લોકોને મોકલો.

પોલીસની 5 ટીમોએ વિવિધ સ્થળોએ ઉંડી શોધખોળ શરુ કરી હતી પણ પોલીસને સ્વીટી અંગે કોઈ જાણકારી મળી નથી. સ્વીટી પટેલને એક કારચાલકે અમદાવાદમાં જોયા હોવાની માહિતીના આધરે પોલીસે સીસીટીવીના આધારે ફરી તપાસ શરુ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular