Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરપ.પૂ.પન્યાસ શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા

પ.પૂ.પન્યાસ શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા

પાલખી યાત્રા આજે સાંજે 4 કલાકે ઓશવાળ ઉપાશ્રયથી નિકળશે: શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરશે : મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓએ દર્શનનો લાભ લીધો

- Advertisement -

જામનગર શહેરના ઓશવાળ કોલોની ઉપાશ્રયમાં બિરાજમાન પ.પૂ.પન્યાસ શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબની નાંદુરસ્ત તબિયતના કારણે સોમવારે સકળ સંઘ દ્વારા નવકાર મહમંત્રનું સ્મરણ કરતા કરતા રાત્રિના સમયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતાં. તેમની પાલખી યાત્રા મંગળવારે સાંજે 4 વાગ્યે ઓશવાળ કોલોની ઉપાશ્રય ખાતેથી નિકળશે. મહારાજ સાહેબના દર્શનાર્થે મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગરમાં પ.પૂ. પ્રેમ રામચંદ્રસુરીશ્ર્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ. પન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિના શિષ્ય પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય કુંદકુંદસુરીશ્ર્વરજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજય પન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી ગણિવર્યશ્રી મહારાજ સાહેબની તબિયત નાંદુરસ્ત રહેતી હતી. નાંદુરસ્ત તબિયત હોવાથી સોમવાર સવારથી જ સકળસંઘના મુખે નવકાર મહામંત્રનું સ્મરણ કરતા કરતા જેઠ વદ 11 તા.05/07/2021ના રાત્રિના 10:25 કલાકે કાળધર્મ પામ્યા હતાં. પ.પૂ.પન્યાસ શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબના કાકા કુંદકુંદ વિજયજી મહારાજ સાહેબ તથા પિતા મહાસેનવિજયજી મહારાજ સાહેબ હતાં.

મહારાજ સાહેબ કાળધર્મ પામ્યાની જાણ થતા મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ દર્શનાર્થ માટે ઉપાશ્રય આવ્યા હતાં. મહારાજ સાહેબની પાલખી યાત્રા તા.6 ના મંગળવારે સાંજે 4 કલાકે નિકળશે. આ યાત્રા ઓશવાળ કોલોનીથી ચંપાવિહાર, કામદાર કોલોની, લાલ બંગલો, ટાઉનહોલ, પંચેશ્ર્વટાવર, બેડીગેઇટ, રતનબાઈ મસ્જિદ, ચાંદીબજાર ચોક, સેન્ટ્રલ બેંક, હવાઈ ચોક, ખંભાળિયા ગેઈટ, દિગ્વીજય પ્લોટ પોલીસ ચોકી રોડ, હિરજી મિસ્ત્રી રોડ, રણજીતનગરના માર્ગ પરથી પસાર થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular