ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. છેલ્લા ઘણા દિવસોથી જગતનો તાત તથા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.આગામી 8જુલાઈ સુધીમાં છુટો છવાયો વરસાદ થશે તેમજ 9થી 12જુલાઈ સુધીમાં વરસાદી વાતાવણ બનશે અને 20 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. કૃષિ માટે પણ વરસાદ અનુકુળ રહેશે તેમ અંબાલાલે વધુમાં જણાવ્યું છે.
હાલમાં કોઈ વરસાદી સીસ્ટમ ન બનતા ચોમાસું રોકાયું છે. ત્યારે પાક સુકાઈ જવાની ભીંતીને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તેવામાં અંબાલાલે આગાહી કરતા જણાવ્યું છે કે 10 જુલાઈ બાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર શરુ થશે અને વરસાદી સીસ્ટમ સક્રિય થશે. તેમજ ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ થશે.
દક્ષીણ ગુજરાત અને દરિયાકિનારાના વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતાઓ દર્શાવી છે. 8થી11 સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહ્યું છે. આ વર્ષે પણ ચોમાસું સારું રહે તેવી શક્યતા દેખાઇ રહી છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં વરસાદ દેશના પૂર્વીય ભાગ અને મધ્યપ્રદેશ સુધી સક્રિય રહેશે. 18 નવેમ્બર બાદ દરિયામાં વાવાઝોડા આવવાની શક્યતાઓ છે.જેથી આ વર્ષે ગુજરાતમાં ઠંડીની શરૂઆત વહેલી થશે.