જામનગર મહાનગરપાલિકા દ્વારા 15માં નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ અતિઆધુનિક સિસ્ટમ સાથેનું 25000 લીટરનું વોટર બ્રાઉઝર તથા ફુલ્લીઓટોમેટિક 1.25 કરોડના ખર્ચે આધુનિક વાહન ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર શહેર માટે સાંસદસભ્ય અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની 12 લાખની ગ્રાન્ટ (અનુદાન) તથા જયક્રિષ્ન ચેરીટેબલ ટ્રસ્ટ (એનજીઓ)ના રૂા. 3.50 લાખ મળી કુલ 15.50 લાખના ખર્ચે આધુનિક એમ્બ્યુલન્સનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે આ બંને આધુનિક વાહનોનું મહાનુભાવોના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે કમિશનર વિજયભાઇ ખરાડી તથા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયન ઉપરાંત મેયર બિનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઇ પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઇ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, કોર્પોરેટરો ક્રિષ્નાબેન સોઢા, પાર્થભાઇ જેઠવા, દિવ્યેશભાઇ અકબરી, પૂર્વમેયર હસમુખભાઇ જેઠવા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં અને આ બંને નવા વાહનોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.