Friday, October 18, 2024
Homeરાજ્યજનભાગીદારી નામનું તૂત બંધ થવું જોઇએ: લોકમત

જનભાગીદારી નામનું તૂત બંધ થવું જોઇએ: લોકમત

- Advertisement -

જામનગર-રાજકોટ સહિતના મહાનગરોમાં લાબાં સમયથી જનભાગીદારી નામનું તૂત ચલાવવામાં આવે છે. કોઇપણ વિકાસકામ માટે લોકોએ પૈસા આપવાના હોય જ નહીં. વિકાસ કામો કરવાની જવાબદારી સંબંધિત સ્થાનિક સ્વરાજયની સંસ્થાની હોય છે. મહાનગરોમાં કોર્પોરેશનો નગરજનો પાસેથી વિવિધ વેરા અને ચાર્જ વસુલે છે. તેના બદલામાં કોર્પોરેશને કામ કરવાના હોય છે. વધુ નાણાંની જરૂર પડે તો રાજયસરકાર માંથી અથવા કેન્દ્ર સરકારમાંથી મેળવવાના હોય છે. ટુંકમાં વિકાસકામો અને જરૂરિયાતના કામો માટે મહાનગરપાલિકાઓએ લોકો પાસેથી નાણાં ઉઘરાવવાની જરૂર નથી. લોકો વેરાઓ આપે છે. જે લોકો વેરાઓ ન આપતાં હોય તેની પાસેથી મહાનગરપાલિકાએ વસુલાતો કરી કોર્પોરેશનની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવી જોઇએ અને આ નાણાંમાંથી વિકાસ કામો કરવાના રહે છે. વિકાસ કામો માટે નાણાં એકત્ર કરવા જનભાગીદારીના નામે લોકો પાસે હાથલંબાવવો એ મહાનગરપાલિકાનું એક પ્રકારનું તૂત છે. જે બંધ થવું જોઇએ.

અત્રે આપણે રાજકોટનું એક ઉદાહરણ સમજીએ: હવે ઘણા સ્થળોએ વિકાસ કામ કરવામાં સમય લાગી શકે છે કે, જે સૌથી લોકપ્રિય ફંડ છે તે જનભાગીદારી સ્કીમમાં હવે ફરજીયાત લોકોએ જ રૂપિયા જમા કરાવવાના થશે. એટલે કે, ટેકસ પણ ચૂકવવાનો અને સુવિધા માટે પૈસા પણ આપે ત્યારે વિકાસ કામો થશે જેથી ઓછા કામો હાથ ધરવાના થશે.
રાજકોટ મહાનગરપાલિકા જનભાગીદારી સ્કીમ હેઠળ ઘણા કામો કરી રહી છે. જેમાં કોઇ વિસ્તારમાં કામો પસંદ કરવા હોય અને લોકો 10 ટકા ખર્ચ પોતે ભોગવે તો તેને પ્રાથમિકતા અપાય છે એનો અર્થ એ થાય કે સોસાયટીમાં રોડ બનાવવા જો 1 લાખ ખર્ચાતા હોય તો ત્યાંના રહેવાસીઓએ 10000 રૂપિયા મનપાને આપવાના થાય. તેના આધારે સરકારમાંથી ગ્રાન્ટ આવે અને કામ શરૂ થાય. કામો કરવા માટે લોકો પાસેથી પૈસા લેવા તે ઉચિત ન લાગતા રાજકોટ મહાનગરપાલિતકાએ ઠરાવ કર્યો હતો કે ટેકસના પૈસા તે લોકોના જ કહેવાય જેથી સરકારે શરૂ કરેલી જનભાગીદારી સ્કિમમાં જે 10 ટકા હિસ્સો છે તે લોકો પાસેથી લેવાને બદલે કોર્પોરેટરને ફાળે આવતી ગ્રાન્ટમાંથી જમા કરવા અને કામ ચાલુ કરવાના થશે. તે મુજબ ઘણા કામો થયા પણ હવે સરકારના આદેશને કારણે આ રીતે કામ થઇ શકશે નહીં.
સિટી ઇજનેર ભાવેશ જોશીએ જણાવ્યું હતું કે, સરકારે હવે આ મામલે સ્પષ્ટ પરિપત્ર મોકલ્યો છે કે જનભાગીદારી એટલે લોકોની જ ભાગીદારી હોવી જોઇએ. કોર્પોરેટરની ગ્રાન્ટ ન ચાલે. આ કારણે હવે પછીના જે પણ કામો ચાલુ થશે તેમાં આ નિયમ લાગુ પડશે.

આ આદેશને કારણે ઘણા એવા સ્થળો કે જયાં માથાદીઠ આવક ઓછી છે તેમને ફટકો પડશે. આવા વિસ્તારોમાં જનભાગીદારીના કામો હાથમાં લેવાય ત્યારે જ તે કોર્પોરેટરની જ ગ્રાન્ટ તેમાં વપરાતી હતી. હવે આ પધ્ધતિ નીકળી જતા રોડ, પેવર બ્લોક, ગટર સહિતના કામો કે જેનો ખર્ચ લાખો રૂપિયા થાય છે તે યોજના શરૂ કરાય તો ત્યાં દરેક પરિવાર પર મોટો આર્થિક બોજ આવે. જે કોઇ સહન કરવા તૈયાર ન થાય તો ત્યાં જનભાગીદારીને બદલે બીજા વિકલ્પો વિચારવા પડે જેમાં ઘણો સમય વીતી જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular