Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બે સ્થળોએ આગની ઘટના

જામનગરમાં બે સ્થળોએ આગની ઘટના

દરેડમાં પીતળના કારખાનામાં આગ: સદનસીબે જાનહાની ટળી : આયુર્વેદ હોસ્પિટલ સામેના મેદાનના કચરામાં આગ : ફાયરના જવાનો દ્વારા આગને કાબુમાં લેવાઈ

- Advertisement -

જામનગરના જીઆઈડીસીમાં પીતળના કારખાનામાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતાં નુકસાન થયું છે તેમજ જામનગર શહેરમાં આયુર્વેદિક હોસ્પિટલના મેદાનમાં કચરામાં આગ લાગતા ફાયરના જવાનોએ આગને કાબુમાં લીધી હતી.

આગના બનાવોની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 માં આવેલા પીતળના કારખાનામાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતાં લોકો મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયા હતાં અને જાણ કરાતાં ફાયરના જવાનોએ એક ગાડીનું ફાયરીંગ કરીને આગને કાબુમાં લીધી હતી. પરંતુ આગ કાબુમાં આવે તે પહેલાં કારખાનામાં રહેલો પીતળનો માલ તેમજ ફર્નિચર સહિત લાખો રૂપિયાનું નુકસાન થયાનું કારખાનેદારે જણાવ્યું હતું. સદનસીબે અન્ય કોઇ જાનહાની થવા પામી નથી તેમજ જામનગર શહેરના જી. જી. હોસ્પિટલના સામે આવેલી દુકાનોના પાછળના ભાગે આવેલા આયુર્વેદિક હોસ્પિટલના ખુલ્લા મેદાનમાં વૃક્ષોના પડેલા પાંદડાના કચરામાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતા ફાયરના જવાનોએ એક ગાડી પાણીનું ફાયરીંગ કરીને આગને કાબુમાં લીધી હતી. જ્યારે બે કલાકના સમયગાળામાં બે સ્થળોએ આગ લાગ્યાના બનાવથી ફાયરના જવાનોને દોડધામ થઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular