સુરતનો ડુમસ બીચ હરવા ફરવાના સ્થળ તરીકે જાણીતો છે. અને અહીં રોજે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ફરવા આવતા હોય છે.s ત્યારે ડુમસના દરિયામાં એક તરતી કારનો વિડીઓ હાલમાં વાયરલ થયો છે. જેના લીધે લોકોમાં કુતુહલ સર્જાયુ છે.ડુમસ બીચ પર દરિયામાં વચ્ચો વચ્ચ તરી રહેલી કાળા રંગની ઇનોવા કારે લોકોમાં કુતુહલ ઉભું કર્યું છે. ડુમસના દરિયાના પાણીમાં તરી રહેલી આ કાર અહીં પહોંચી કેવી રીતે એ અંગે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.જેનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાંબા સમય બાદ ડુમસનું પ્રવાસન સ્થળ ખુલ્યા બાદ સહેલાણીઓની ભીડ વચ્ચે દરિયા કિનારે રેતીમાં કાર પાર્ક કરી દરિયાની મજા માણતા સહેલાણીની કાર ભરતીના પાણીમાં ફસાઈ ગયા બાદ તરતી થઈ ગઈ હોવાની વાત સામે આવી હતી. આ ઘટના અંગે પોલીસે આ કાર સહેલાણીની હતી અને તેઓ ડુમસના દરિયા કિનારે અંદર સુધી કાર લઈ ગયા હતા. જોકે, કાર ગારામાં ખૂંચી જતા તેઓ સાંજ હોવાથી કાર મૂકીને જ નીકળી ગયા હતા. દરમિયાનમાં દરિયામાં ભરતી આવી જતા આ કાર તરવા લાગી હતી અને બાદમાં પોલીસે બહાર કાઢી છે.