પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂટણી પહેલા અને પછી ભારે હિંસા થઈ હતી. બહુમત મેળવી સત્તામાં આવેલી મમતા બેનર્જી સરકારને હવે આ હિંસા મામલે હાઈકોર્ટથી જોરદાર ઝટકો લાગ્યો છે. કોલકત્તા હાઈકોર્ટે રાજ્ય સરકારને હિંસાના દરેક બનાવમાં એફઆઈઆર નોંધાવવા, ઈજાગ્રસ્તોની સારવાર કરાવવા અને તેમને નિ:શુલ્ક રાશન ઉપલબ્ધ કરાવવા આદેશ આપ્યો છે. કોર્ટે તાકીદ કરી છે કે એ પીડિતોને પણ ફ્રી રાશન આપવામાં આવે જેમની પાસે રાશન કાર્ડ નથી.
પશ્ચિમ બંગાળમાં નવી સરકારના ગઠન બાદ પહેલા વિધાનસભા સત્રનો આગાઝ શુક્રવારે ભારે હંગામા વચ્ચે થયો હતો. પહેલી વખત રાજ્યમાં મુખ્ય વિપક્ષી ભૂમિકામાં ભાજપના વિધાયકોએ રાજનીતિ હિંસાના વિરોધમાં રાજ્યપાલના અભિભાષણ દરમિયાન જોરદાર નારેબાજી કરી હતી. ભાજપ વિધાયકોએ જયશ્રી રામ અને ભારત માતા કી જયના નારા સાથે સદનમાંથી વોકઆઉટ કર્યું હતું.
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ શુભેન્દુ અધિકારી ગુરૂવારે દિલ્હીમાં સોલિસિટર જનરલ તુષાર મેહતાને મળતાબંગાળની સત્તારૂઢ પાર્ટી ટીએમસીએ વાંધો ઉઠાવ્યો છે અને આમામલે પક્ષના સાંસદોએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. જેમાંટીએમસી સાંસદોએ તુષાર મેહતાને પદ ઉપરથી હટાવવાની માગણી કરી છે.
મમતા સરકારને હાઇકોર્ટનો ઝટકો
ચૂંટણી હિંસા સંબંધે FIR નોંધવા આદેશ