Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારત બાયોટેકને મોટો ઝાટકો, બ્રાઝીલે કોવેક્સિનના 2 કરોડ ડોઝની ડીલ રદ્દ કરી

ભારત બાયોટેકને મોટો ઝાટકો, બ્રાઝીલે કોવેક્સિનના 2 કરોડ ડોઝની ડીલ રદ્દ કરી

- Advertisement -

બ્રાઝિલે ભારત સાથે કોવેક્સિન માટે કરેલી ડીલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. બ્રાઝિલમાં આ ડીલ સામે ઘણા સવાલો સામે આવી રહ્યા હતા. જેને પગલે બ્રાઝિલની સરકારે કોવેક્સિન માટે ભારત બાયોટેક સાથેના 32 કરોડ ડોલરના આ કોન્ટ્રેક્ટને સસ્પેન્ડ કરી દીધો છે.

- Advertisement -

બ્રાઝિલના આરોગ્ય પ્રધાન માર્સેલોએ મંગળવારે કોવેક્સિની ડીલ રદ્દ કરવાની જાહેરાત કરી હતી. ડીલ મુજબ, બ્રાઝિલ ભારત બાયોટેક પાસેથી કોવેક્સિનના કુલ 2 કરોડ ડોઝ ખરીદવાનું હતું. પરંતુ આ ડીલને લઈને બ્રાઝિલમાં પ્રશ્નો ઉભા થયા છે રાષ્ટ્રપતિ જૈર બોલસોનારો સામે ભ્રષ્ટાચારની છાવણી કરવાનો આરોપ પણ લગાવાયો હતો.. બ્રાઝિલની શાસક સરકાર વિરોધી પક્ષો દ્વારા સતત ઘેરાયેલી હતી.

હવે જ્યારે આ મામલો બ્રાઝિલની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને રાષ્ટ્રપતિ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ શરૂ થઈ છે, ત્યારે બ્રાઝિલની સરકારે આ ડીલ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. બ્રાઝિલિયન મીડિયા અહેવાલો અનુસાર, તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોવેક્સિન ખરીદીનો સોદો સ્થગિત રહેશે. જોકે બ્રાઝિલના આરોગ્ય મંત્રાલય દ્વારા સતત દાવા કરાયા છે કે આ ડીલમાં કોઇપણ પ્રકારનું કૌભાંડ થયું નથી.

- Advertisement -

આ ડીલ સામે આક્ષેપ લગાવાયો હતો કે બ્રાઝિલ દ્વારા આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ પર ભારત બાયોટેકની કોવેક્સિન ખરીદવા માટે દબાણ બનાવાયું હતું. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular