દેવભૂમિ દ્વારકા તાલુકામાં તાજેતરમાં એક વૃધ્ધનું સ્કૂટર માત્ર દોઢ કલાકના સમયગાળામાં ચોરી થયાનો બનાવ તાજેતરમાં દ્વારકા પોલીસ દફતરે નોંધાયો હતો. આ સંદર્ભે જિલ્લા પોલીસ વડા દ્વારા ગુનાઓના ભેદ ઉકેલવા માટે એલસીબી વિભાગને કરવામાં આવેલા હુકમ સંદર્ભે એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ ગઈકાલે મંગળવારે સ્ટાફ દ્વારા આ પંથકમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે સંદર્ભે એલ.સી.બી. વિભાગના એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ તથા હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારુ અને બલભદ્રસિંહ ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રામભા ઉર્ફે રામો બોખલી સોમભા માણેક નામના 40 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને રૂપિયા 55 હજારની કિંમતના મોટરસાયકલ નંબર જી.જે. 37 એચ 8162 સાથે ઝડપી લઈ, વધુ તપાસ અર્થે દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સિંગરખીયા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, ભરતભાઈ ચાવડા, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસિંહભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ, મશરીભાઈ, બોઘાભાઈ, લાખાભાઈ, જીતુભાઈ, જેસલસિંહ, સહદેવસિંહ, મહેન્દ્રસિંહ, હસમુખભાઈ, તથા વિશ્વદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી.
દ્વારકામાં મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો
વાહન સાથે આરોપીને દબોચી લેતી એલસીબી પોલીસ