આજે સવારથી જ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેતપુર તાલુકાના ગામડાઓમાં વરસાદના પરિણામે સર્વત્ર પાણી પાણી થયું છે. અહીંની ખીરસરા ગામની નદીમાં ઘોડાપુર આવતા વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. અને ખીરસરાથી વાડસડા ગામ જવાનો રસ્તો બંધ થયો છે. ખીરસરા, વાડસડા, સ્ટેશન વાવડી, અમરનગર ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેતપુર ઉપરાંત જસદણ, જસદણ અને આટકોટમાં પણ ભારે વારસદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.