Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરલાખોટા તળાવ ખાતે ભાજપા તથા એસએસબી જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન

લાખોટા તળાવ ખાતે ભાજપા તથા એસએસબી જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન

- Advertisement -


જામનગર શહેરના રણમલ તળાવ ખાતે ગઇકાલે એસએસબીના જવાનો તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં મેયર સહિતના હોદ્દેદારો, કોર્પોરેટર તથા એસએસબીના જવાનોએ ઢગલા મોઢે કચરો બહાર કાઢયો હતો.

- Advertisement -

જામનગરના રણમલ તળાવનું નિયમિત સફાઇ થતી ન હોય, લાંબાસમયથી કચરાના ઢગલા પડયા હતાં. ખાસ કરીને પાછલા તળાવમાં વધુ પડતો કચરો પડયો હોય, ગઇકાલે રવિવારે ભાજપ તથા એસએસબીના જવાનો દ્વારા સંયુક્ત રીતે સ્વચ્છતા અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા તથા કોર્પોરેટરો સુભાષભાઇ જોશી, અરવિંદભાઇ સભાયા, જયેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર નટુભાઇ રાઠોડ સહિતના ભાજપના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યાં હતાં અને તળાવમાંથી ઢગલાબંધ કચરો કાઢયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular