Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી રાંધણગેસના બાટલાનું રીફીલીંગ કૌભાંડ ઝડપાયું

જામનગરમાંથી રાંધણગેસના બાટલાનું રીફીલીંગ કૌભાંડ ઝડપાયું

ઇન્ડેન ગેસના ડીલીવરીમેન સહીત બે સખ્શો પાસેથી રૂ.1.17 લાખનો મુદ્દામાલ કબ્જે : એસઓજી દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગરના રાંદલ નગર વિસ્તારમાંથી એસઓજીની ટીમે ગેરકાયદેસર રાંધણ ગેસના બાટલામાંથી રીફીલીંગ કરતા બે સખ્શો ને 18 ભરેલા અને બે ખાલી બાટલા સહીત રૂપિયા 1.17 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રાંદલ નગર વિસ્તારમાં રોડપર છકડા રિક્ષામાંથી ગેરકાયદેસર ગેસના બાટલામાં રીફીલીંગ કરાતું હોવાની રમેશ ચાવડા, મયુદીન સૈયદ, સંદીપ ચુડાસમાને મળેલી બાતમીના આધારે જીલ્લા પોલીસવડા દીપેન ભદ્રનની સુચનાથી પીઆઈ એસ.એસ. નીનામા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.વીછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફે રેઇડ દરમ્યાન મનસુખ ઉર્ફે મનો નારણ ટોયટા અને રૂડેશ ઉર્ફે રાહુલ હીરા સોલંકી નામના બે સખ્શો ને ઝડપી લઇ રૂ.50796 ની કિમતના 18 નંગ સીલબંધ ગેસના બાટલા અને 4000ની કિમતના બે નંગ ખાલી બાટલા તથા રૂ.12500ની કિમતના ગેસના ભરેલા 5 નંગ બાટલા તેમજ ગેસ રીફીલીંગની નીપલ અને રૂ.50000ની કિમતની GJ10Y5492 નંબરની છકડો રિક્ષા મળી કુલ રૂપિયા 1,17,346 ના મુદ્દામાલ સાથે ઝડપીલઇ પુછપરછ હાથ ધરતા મનસુખ રિક્ષા ચલાવતો હતો અને રૂડેશ ઇન્ડેન ગેસમાં ડીલીવરીમેન તરીકે નોકરી કરતો હોવાનું ખુલ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular