Tuesday, December 24, 2024
Homeરાજ્યરાજ્યની આ યુનિવર્સિટીનો છબરડો : 1હજાર માર્કશીટમાં ખોટી સહી કરી નાખી !

રાજ્યની આ યુનિવર્સિટીનો છબરડો : 1હજાર માર્કશીટમાં ખોટી સહી કરી નાખી !

- Advertisement -

કચ્છ યુનીવર્સીટીના વહીવટી વિભાગનો વધુ એક છબરડો સામે આવ્યો છે. 3જુનના રોજ કચ્છ યુનિવર્સિટી દ્રારા ઇસ્યુ થયેલ 1000 જેટલી માર્કશીટમાં અગાઉના રજીસ્ટ્રારની સહી જોવા મળી છે. હકીકતમાં આ માર્કશીટ ઇસ્યુ થાય ત્યારે જે રજીસ્ટ્રાર ચાર્જમાં હોય  તેની સહી થવી જોઈએ. આ અંગે કચ્છ યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે બચાવ કરતા જણાવ્યું હતું કે પ્રિન્ટીંગ પ્રેસમાં મિસ્ટેક થઇ ગઈ હતી.

- Advertisement -

 ત્રણ જૂનના કચ્છ યુનિવર્સિટી દ્વારા ઇસ્યુ થયેલી માર્કશિટમાં અગાઉના રજીસ્ટ્રાર ડો. આર. વી. બસિયાની સહી જોવા મળી છે. ખરેખર પરિણામની માર્કસીટ ઇસ્યુ થાય ત્યારે જે રજીસ્ટ્રાર ચાર્જમાં હોય તેમની સહી હોવી જોઇએ. આ ભુલ થતાં 1000 માર્કશીટ પરત મોકલીને નવી સહી સાથે પ્રિન્ટ કરવામાં આવી હતી. અગાઉ પણ માર્કશિટ અને પરિક્ષાના પેપર પ્રિન્ટ કરાવવા મુદ્દે હોબાળો થયો હતો. હવે માર્કશીટમાં ઇન્ચાર્જ રજીસ્ટ્રારને બદલે જૂના રજીસ્ટ્રારની સહી જોવા મળી હતી.

આ અંગે કચ્છ યુનિવર્સિટીના પરિક્ષા નિયામક ડો. તેજલ શેઠે બચાવ કરતા કહ્યું હતું કે જૂના રજીસ્ટ્રારની સહી માર્કસીટમાં ન હોવી જોઇએ જેથી પ્રિન્ટિંગ પ્રેસમાં મિસ્ટેક થઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular