Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં કોરોનાને કારણે અસ્તવ્યસ્ત થઇ ગયેલું શિક્ષણ ફરી વ્યવસ્થિત કયારે થશે?

ગુજરાતમાં કોરોનાને કારણે અસ્તવ્યસ્ત થઇ ગયેલું શિક્ષણ ફરી વ્યવસ્થિત કયારે થશે?

સમગ્ર ગુજરાતમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અનહદ અજંપો

- Advertisement -

કોરોનાએ સૌથી વધુ નુકસાન આ પહીંચાડ્યું હોય તો એ શિક્ષણને. પહેલી લહેર પછી બીજી લહેરમાં શાળા-કોલેજ બંધ રહ્યા અને હજુય શાળા-કોલેજ ક્યારે ખુલશે એ ક્હેવુ મુશ્કેલ છે. આવતા મહિને પરિસ્થિતિ જોઈ છૂટ અપાય એ શક્ય છે અને એવું બન્યું તો શાળા-કોલેજના સંચાલકો રાહતનો દમ લેશે. ખાસકરીને શાળા સંચાલકોને મોટી રાહત થવાની. તેઓ અત્યારે આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. વિધાર્થીઓના વાલીઓ ફી ભરતા નથી અને એવા સંજોગોમાં શાળા ચલાવવાનું બહુ મુશ્કેલ બની ગયું છે. દેશભરમાં શાળાઓની આ સ્થિતિ છે. કોલેજોમાં ઓનલાઈન શિક્ષણથી કામ ચાલે છે અને ત્યાં ફીની સમસ્યા એટલી બધી નથી એટલે કોલેજોમાં કોઈની નોકરી ગઈ નથી કે પગાર કપાયા નથી પણ શાળાઓમાં ઘણી બધી સમસ્યા છે. ઘણી બધી શાળાઓ બંધ કરવાની પણ સ્થિતિ સર્જાઇ છે. ગુજરાતની જ વાત કરીએ તો ઓછામાં ઓછી 100 શાળાઓને તાળા લાગી ગયા છે. કારણ શું? વિદ્યાર્થીઓની ફી આવી નથી.

કોરોનાની પહેલી લહેરમાં શાળાઓ બંધ થઇ અને વિકલ્પ રૂપે ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું પણ વિધાર્થીઓનાવાલીઓએ ફી ભરવામાં વાંધા લીધાઅને એ સાવ ગેરવાજબી પણ નહોતા. ગુજરાતની વાત કરીએ તો સરકારે 25 ટકા ફીમાં કાપ મુક્યો અને માત્ર શિક્ષણ ફી જ લેવાનું કહ્યું. બસ ફી અને અન્ય ફી કોઈ શાળા લઇ ના શકે એ સ્વાભાવિક પણ હતું.

સમસ્યા એ થઇ કે, વાલીઓ ફી ભરવા તૈયાર નહોતા. એમનું કહેવું હતુંકે એમનું સંતાન શાળાએ આવતું નથીતો ફી શા માટે? ઓનલાઈન શિક્ષણમાં સમસ્યા એ થઇ કે બધા બાળકો પાસે સ્માર્ટ ફોન નહોતા અને આ સમસ્યા તાલુકા લેવલે વધુ થઇ અને શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં તો ફીબહુ ઓછા પ્રમાણમાં આવી.

ગયા વર્ષે 25 ટકા ફી માફી થઇઅને બીજા 25 ટકા ફી વાલીઓએ ભરી નહિ એમ સંચાલકોને માત્ર 50 થી 55 ટકા ફી મળી. એની અસર એ આવી કેશિક્ષકોના પગાર કપાયા. ખાનગીશાળાઓમાં એક તો શિક્ષકોનું શોષણ થતું હોય છે અને એમાંય પગારમાં કાપ મુકાયો, એટલું જ નહિ ઘણી શાળાઓએ તો ખેલકૂદ ને ચિત્રકામના શિક્ષકોને તો રવાના જ કરી દીધા. અને સંચાલકો માટે સમસ્યા એ છે કે ફી ઓછી આવે છે અને એમને ઓનલાઈન શિક્ષણ માટે ખર્ચ તો કરવો પડ્યો છે.

શિક્ષકોને લેપટોપથી માંડી ઈન્ટરનેટની વ્વસ્થા કરવી પડી છે.બીજા કેટલાક ખર્ચ થયા છે. અલબત્ત, શાળા બંધ રહી એટલે ઘણા ખર્ચા બચ્યા પણ છે. જો કે શાળાના મકાન મેઈન્ટેઈન કરવાનો ખર્ચ તો આવે છે. ઘણી શાળાઓમાં શિક્ષકો શાળાએ આવી ઓનલાઈન ક્લાસ લે છે.અને હા, 25 ટકા વાલીઓ એવા છે જેમને સરકારી કે એવી નોકરી છે જેમાં કોઈ નુક્સાન થયું નથી. પગાર કપાયા નથી. આવા વાલીઓ પણ ફી ભરતા નથી. એક સંચાલક ક્હે છે , આવા વાલીઓ પૂરી ફી ભરી દે તો અમે બીજા વિદ્યાર્થીઓ કે જેમને મદદની જરૂર છે એને સહાય આપી શકીએ પણ એક માનસિક્તા બની ગઈ છે કે શાળા બંધ તો ફી શેની?

એક સંચાલક ક્હે છે ગયા વર્ષે તો ઘણા લોકોએ લોન લઈને કામ ચલાવ્યું પણ હવે એ રીતે ચલાવી શકાય એવી સ્થિતિ નથી. આર્થિક હાલત બગડી છે. હજુય આ વર્ષે કેટલી ફી લઇ શકાશે એ નક્કી નથી. સરકારે નિર્ણય કર્યો નથી અને સરકારે શાળાઓને કોઈ વેરામાંથી મુક્તિ પણ આપી નથી. સરકારે એવું કહ્યું કે તમે ઓછી તો ઓછી ફી લીધી તો છે પણ પૂરી ફી આવી નથી. બંને બાજુ પ્રશ્ર્નો છે અને આ એવા ફરજીયાત પ્રશ્રો છે કે જેના જવાબ મળતા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular