જામનગર શહેરના લાખોટા તળાવ માર્ગ પર આજે સવારે પસાર થતાં કોઇ વાહનમાંથી ઓઇલ ઢોળાઈ ગયું હતું. જેના કારણે માર્ગ લપસણો બની જતાં અમુક વાહન ચાલકોએ કાબુ ગુમાવતા મોટરસાઈકલ સ્લીપ થયાની ઘટનાઓ બની હતી.
ત્યારબાદ આ અંગેની જાણ કરાતા જામનગર ફાયર વિભાગની ટીમ બનાવસ્થળે દોડી ગઈ હતી અને રોડ પર રહેલા ઓઇલને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


