Sunday, December 22, 2024
Homeરાજ્યલાલપુરના ગલ્લા નજીક વાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

લાલપુરના ગલ્લા નજીક વાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

ચાર શખ્સોને બોલેરો અને રીક્ષા સહિત રૂા.5.43 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા : મોરાણાના પાટીયા નજીકથી 11 બોટલ સાથે શખ્સ ઝબ્બે : મચ્છરનગરમાંથી એક શખ્સ પાંચ બોટલ દારૂ સાથે ઝડપાયો : નુરી ચોકડી પાસેથી બે બોટલ સાથે એક શખ્સ ઝબ્બે

- Advertisement -

લાલપુર તાલુકાના ગલ્લા ગામના પાટીયા પાસે આવેલી વાડીમાં પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.2.10 લાખની કિંમતની 420 બોટલ દારૂ અને એક બોલેરો પીકઅપ વાન તથા ઓટો રીક્ષા અને બે મોબાઇલ સહિત રૂા.5.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોડિયા તાલુકાના મોરાણાના પાટીયા પાસેથી પોલીસે 11 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગર શહેરમાં મચ્છરનગર વિસ્તારમાંથી પસાર થતી કારને આંતરીને તલાસી લેતા એક શખ્સને બે હજારની કિંમતની પાંચ બોટલ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના નુરી ચોકડી પાસેથી પોલીસે બે બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના ગલ્લા ગામના પાટીયા નજીક આવેલી મહમદ હબીબ ધુધાના ભોગવટાવાળી વાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની હેકો એસ.કે. જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવટડા દિપન ભદ્રનની સૂચનાથી ડીવાયએસપી કે.આઈ.દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.એસ. વાઢેર હેકો એસ.કે.જાડેજા, એન.પી. વસરા, પો.કો. બલભદ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ જાડેજા, ઋતુરાજસિંહ જાડેજા, કરણાભાઈ વસરા, અખ્તરભાઈ નોયડા, પ્રદિપસિંહ જેઠવા, બ્રિજરાજસિંહ જાડેજા, કિરણજી ઠાકોર સહિતના સ્ટાફે મંગળવારે સાંજના સમયે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.2,10,000 ની કિંમતની દારૂની 420 બોટલો અને રૂા.2.50 લાખની જીજે-10-ટીએકસ-1615 નંબરનું બોલેરો પીકઅપ વાન તેમજ રૂા.80 હજારની કિંમતની જીજે-12-બીયુ-4158 નંબરની ઓટો રીક્ષા અને રૂા.3,500 ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.5,43,500 ના મુદ્દામાલ સાથે મોહસીન મહમદ હનિફ સોનેજા, સબીર ઉર્ફે સબલો ઈબ્રાહિમ આંબલિયા, મહમદ હનિફ ધુધા અને દિપક સરગમ નામના ચાર શખ્સોને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બીજો દરોડો, જોડિયા તાલુકાના મોરાણા ગામના પાટીયાથી બાલંભા તરફ જવાના કાચા માર્ગ પરથી પસાર થતા રાજદીપસિંહ વિક્રમસિંહ જાડેજા નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.5500 ની કિંમતની દારૂની 11 બોટલો મળી આવતા રાજદીપસિંહની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગર શહેરના મચ્છરનગરમાંથી પસાર થતી જીજે-27-સી-1969 નંબરની ઈકો કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.2000 ની કિંમતની દારૂની પાંચ બોટલો મળી આવતા યુવરાજસિંહ ભીમદેવસિંહ ગોહિલ નામના શખ્સને દારૂની બોટલ અને રૂા.1.50 લાખની કિંમતની ઈકો કાર મળી કુલ રૂા.1,52,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો મહેસાણા જિલ્લાના કટોરસંગ ગામના પાપા નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયતના આધારે પોલીસે સપ્લાયરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

ચોથો દરોડો, જામનગર શહેરમાં નુરી ચોકડી પાસેથી પસાર થતા કમલેશ ઉર્ફે બકુલ પ્રવિણચંદ્ર ત્રિવેદી નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી એક હજારની કિંમતની દારૂની બે બોટલો મળી આવતાં પોલીસે કમલેશની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતાં ગોપાલ લખીયર પાસેથી દારૂની બોટલો મેળવી હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular