Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયાના મોટી ખોખરી ગામે મધરાત્રીના સમયે ધમધમતા જુગારના અખાડા પણ એલસીબી પોલીસેનો...

ખંભાળિયાના મોટી ખોખરી ગામે મધરાત્રીના સમયે ધમધમતા જુગારના અખાડા પણ એલસીબી પોલીસેનો દરોડો

મોટરકાર સહિત રૂ. 3.63 લાખના મુદામાલ સાથે છ જુગારીઓ ઝડપાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા દારૂ-જુગારની બદી સામે કડક ખાતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા અસામાજિક તત્વોને ભરી પીવા જુદીજુદી પોલીસ ટુકડીને સક્રિય કરી, નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. ખંભાળિયા પંથકમાં ગતરાત્રીના સમયે એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન એલસીબી પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર તથા સ્ટાફ દ્વારા ગ્રામ્ય પંથકના વાડી વિસ્તાર ખાતે પહોંચતા આ સ્થળે એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ આહીર તથા બોઘાભાઈ કેસરિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી ખોખરી ગામની સીમ વિસ્તારમાં રહેતા રામશી ખીમા કરમુર નામના એક શખ્સની વાડીએ દરોડો પાડવામાં આવ્યો હતો.

- Advertisement -

ઉપરોક્ત શખ્સ દ્વારા મધરાત્રીના સમયે આ સ્થળે બહારથી માણસો બોલાવી, ચલાવતા જુગારના અખાડા પર રાત્રીના આશરે દોઢેક વાગ્યે એલ.સી.બી. પોલીસની રેડ દરમિયાન આ સ્થળે થી રામશી ખીમા કરમુર, જસમત રવજી બાવળીયા, અલ્પેશ ઉર્ફે રાહુલ ધરમશીભાઈ વાડલિયા, હેમત અરજણભાઈ નંદાણીયા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ નરશીભાઈ ભોગાયતા અને રાજા પબાભાઈ ડેર ના કુલ છ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

આ દરોડા દરમિયાન પોલીસને પટમાંથી રૂ. 1,51,160 રોકડા તેમજ રૂપિયા 11,500 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા બે લાખની કિંમતની એક મોટરકાર મળી કુલ રૂપિયા 3,62,660 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આ શખ્સોનો કબ્જો ખંભાળિયા પોલીસને સોંપી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુંણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular