Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયા તાલુકાના સલાયા ગામે મુસ્લિમોના બે જૂથો વચ્ચે મારામારી

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે મુસ્લિમોના બે જૂથો વચ્ચે મારામારી

સામ-સામાપક્ષે નવ સામે ફરિયાદ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગઈકાલે રવિવારે રાત્રિના સમયે કબ્રસ્તાનમાં મુસ્લિમોના બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં સામ -સામા પક્ષે કુલ નવ આસામીઓ સામે સ્થાનીક પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા એક કબ્રસ્તાનમાં ગઈકાલે રવિવારે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે ફૈયાઝ નામના એક યુવાન સાથે કોઈ બાબતે સલાયાના રહીશ રિઝવાન રજાક સંઘાર, એજાજ રજાક સંઘાર, શબ્બીર હુસેન ઉર્ફે ભુરો ગુલામ હુસેન સુંભણીયા, આબિદ તાલબ ભોકલ, તાલબ આમીન ભગાડ અને યાશીન અજીજ સંઘાર નામના શખ્સો દ્વારા બોલાચાલી કરવામાં આવતી હોય, આ બાબતે ફૈયાઝના મોટાભાઈ અયુબ કાસમભાઈ ગજીયા (ઉ.વ. 25) નામના મુસ્લિમ વાઘેર યુવાન તથા અન્ય સાહેદો તેઓને સમજાવવા જતા આરોપીઓએ એક સંપ કરી, ગેરકાયદેસર મંડળી રચી, ફરિયાદી અયુબભાઈ કાસમભાઈ તથા અન્ય સાહેદોને બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યો હતો. જેના કારણે ફરિયાદી અયુબભાઈ તથા સાહેદોને નાની-મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

- Advertisement -

આ બનાવ અંગે સલાયા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 143, 147, 149, 323, 324 તથા 504 મુજબ ગુનો નોંધ્યો છે. આ બનાવમાં સામાપક્ષે યાસીનભાઈ અજીજભાઈ સંઘાર 21 (ઉ.વ. 21, રહે. સલાયા) એ અયુબ કાસમ ગજીયા, સાલેમામદ કાસમ ગજીયા અને ઈમરાન ઈસ્માઈલ ચમડીયા સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી થતા સાહેદો કબ્રસ્તાનમાં બેઠા હોય, ત્યારે ફૈયાઝ નામના એક છોકરાએ “અહીં કેમ બેઠા છો?”- તેમ કહી, બોલાચાલી કરતા આ દરમિયાન આરોપીઓએ એક સંપ કરી, ફરિયાદી તથા સાહેદોને બિભત્સ ગાળો કાઢી, “મારા ભાઈને કેમ દબાવો છો?”- તેમ કહી, બેફામ માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે સલાયા મરીન પોલીસે ઉપરોકત ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504 થતા 114 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular