Thursday, December 19, 2024
Homeરાષ્ટ્રીય21 જુનથી વેક્સિનેશનમાં આ લોકોને મળશે પ્રાથમિકતા, સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી

21 જુનથી વેક્સિનેશનમાં આ લોકોને મળશે પ્રાથમિકતા, સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી

- Advertisement -

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની COVID-19 રસીકરણ નીતિઓમાં ફેરફારની ઘોષણા કર્યા બાદ ભારત સરકારે 21 જૂનથી લાગુ થનારા રાષ્ટ્રીય કોરોના રસીકરણ કાર્યક્રમ માટેની સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે. આ દિશાનિર્દેશોમાં જણાવાયું છે કે “રસીની માત્રા વસ્તી, બીમારી અને રસીકરણની પ્રગતિના આધારે રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોને ફાળવવામાં આવશે.”

- Advertisement -

નવી ગાઈડલાઈનમાં જાહેર કરવામાં આવેલ દિશાનિર્દેશ

ભારત સરકાર દેશમાં ઉત્પાદન કરાતી રસીના 75% જથ્થાની ખરીદી કરશે. રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોને વિના મૂલ્યે રસી આપવામાં આવશે

- Advertisement -

21જુનથી દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વિનામૂલ્યે વેક્સિન મળશે.

કેન્દ્ર સરકાર રાજ્યોને પ્રાથમિકતાના આધરે વેક્સીન આપશે. જેમાં હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર, 45 વર્ષથી વધુ ઉંમરના લોકો, બીજો ડોઝ આપવાનો હોય તે લોકો અને બાદમાં 18 વર્ષથી ઉપરના લોકો આ રીતે પ્રાથમિકતા આપવામાં આવશે.

- Advertisement -

18 વર્ષથી ઉપરના લોકો માટે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશો પ્રાધાન્યતાના આધારે સપ્લાય શિડ્યુલ નક્કી કરશે.

ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેઓને પૂરી પાડવામાં આવતી રસીના જથ્થા વિશે અગાઉથી જાણ કરશે. એ જ રીતે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ જિલ્લા અને રસીકરણ કેન્દ્રોને આપવામાં આવતા જથ્થા વિશે અગાઉથી જાણ કરશે. જેથી વેક્સિનેશનની પ્રક્રિયા વધુ સરળ બને.

પ્રત્યેક રસી ઉત્પાદક દ્વારા ખાનગી હોસ્પિટલો માટે રસીના ડોઝની કિંમત જાહેર કરવામાં આવશે. નક્કી કરેલા ભાવમાં બદલાવ કરીને ખાનગી હોસ્પિટલો મહત્તમ 150 રૂપિયા ચાર્જ લઈ શકશે.

ઘરેલું રસી ઉત્પાદકોને ખાનગી હોસ્પિટલોમાં પણ સીધી રસી આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ તેમના માસિક ઉત્પાદનના 25% સુધી મર્યાદિત રહેશે. રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશ ખાનગી હોસ્પિટલો અને પ્રાદેશિક સંતુલન વચ્ચેના સમાન વિતરણને ધ્યાનમાં રાખીને ખાનગી હોસ્પિટલોની માંગને પહોંચી વળશે.

કોવિન પ્લેટફોર્મમાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. બધા સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો લોકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા પ્રદાન કરશે.

પીએમ નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી હતી કે કેન્દ્ર વેક્સીનના ડોઝના કુલ ઉત્પાદનો 75 ટકા હિસ્સો ખરીદશે અને રાજ્યોને વિના મૂલ્યે પ્રદાન કરશે. દેશભરમાં 21જુન  આંતરરાષ્ટ્રીય યોગ દિવસથી 18 વર્ષની ઉપરના લોકો માટે વિનામૂલ્યે વેક્સીનેશન શરુ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular