કાલાવડ શહેર અને તાલુકાના પ્રમુખ તેમજ મહામંત્રીની જામનગર જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વરણી કરવામાં આવી છે. જેમાં કાલાવડ શહેર પ્રમુખ તરીકે હસુભાઇ વોરા, તાલુકા પ્રમુખ તરીકે સંજય ડાંગરિયા, શહેર મહામંત્રી તરીકે વિનુભાઇ રાખોલિયા અને મહેશ સાવલિયા તેમજ તાલુકા મહામંત્રી તરીકે છગનલાલ સોરઠિયા અને પરાક્રમસિંહ જાડેજાની નિમણુંક કરવામાં આવી છે.
નવનિયુકત તમામ હોદેદારોએ કૃષિ મંત્રી આર.સી.ફળદુ તથા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાનો આભાર વ્યકત કર્યો હતો.