Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતધો.10ના વિદ્યાર્થીઓની માર્કશીટમાં નહી પરંતુ LC માં લખાશે માસ પ્રમોશન

ધો.10ના વિદ્યાર્થીઓની માર્કશીટમાં નહી પરંતુ LC માં લખાશે માસ પ્રમોશન

- Advertisement -

ધોરણ 10 નુ પરિણામ તૈયાર કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજથી રાજ્યભરની શાળાઓમાં ધોરણ 10 ના પરિણામને લગતી મહત્વની કામગીરી હાથ ધરાશે. આજથી ધોરણ 10 ના વિદ્યાર્થીઓના માર્કસ વેબસાઈટ પર અપલોડ કરી શકાશે. શિક્ષણ બોર્ડે રાજ્યની તમામ શાળાઓના આચાર્યને ધોરણ 10 ના માર્કસ અપલોડ કરવા સૂચના આપી છે.ત્યારે શિક્ષણ બોર્ડ દ્રારા નિર્ણય કરવામાં આવ્યો છે. ધો.10ના વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશન નહી લખાય. પરંતુ એલસીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે.

- Advertisement -

ધો.10ના વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં નહી આવે પરંતુ શાળા છોડ્યાના પ્રમાણપત્રમા રીમાર્કસ ના ખાનામાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે. આ અંગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ ડીઈઓને સુચના આપી છે. ત્યારે આજે સવારે 11 વાગ્યાથી ધોરણ 10ના બાળકોના માર્ક વેબસાઈટ પર શાળાઓ અપલોડ કરી શકશે. gseb.org અને sscmarks.gseb.org પર માર્ક અપલોડ કરવાના રહેશે. 17 જૂન સાંજે 5 વાગ્યા સુધી તમામ શાળાઓએ વિદ્યાર્થીઓના માર્ક અપલોડ કરી દેવાના રહેશે. પરીક્ષાર્થીઓના ગુણ, પરીક્ષાર્થીઓના નામ અને એપ્લિકેશન નંબરના આધારે તમામ વિગતો ભરવાની રહેશે. ઓનલાઇન ગુણ ભરવા માટે શાળાના ઇન્ડેક્ષ નંબર અને નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગીન કરી શકાશે. 

ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે શિક્ષણ વિભાગે ધોરણ-10ના વિદ્યાર્થીને માર્ક્સ આપવાની પદ્ધતિ પણ જાહેર કરવામાં આવી છે. જેના આધારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે આ પદ્ધતિ મુજબ બે ભાગમાં માર્ક્સ અપાશે. પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મૂલ્યાંકન કરાશે. જે કુલ 20 માર્ક્સનું હશે. તો બીજા ભાગમાં 80 ગુણનું મુલ્યાંકન કરાશે ત્યારે શિક્ષણ વિેભાગે તમામ શાળાઓને વેબસાઈટ પર ઓનલાઇન માર્ક્સ મુકવા અંગે જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular