Monday, December 23, 2024
Homeરાજ્યરબારી યુવાને એવું તો શું જોઇ જેથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ...

રબારી યુવાને એવું તો શું જોઇ જેથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ !!!

40 થી 45 વર્ષની મહિલાનો મૃતદેહ હોવાની આશંકા : ઓળખ મેળવવા તપાસ : આત્મહત્યા કે હત્યા ? : કોહવાઇ ગયેલું હાડપીંજર મળી આવતા અરેરાટી

- Advertisement -

કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામની સીમમાંથી રવિવારે સાંજના સમયે મહિલાનું માનવકંકાલ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવતા પોલીસે હત્યાની આશંકાએ મૃતકની ઓળખ મેળવવા સહિતની તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામની સીમમાંથી લાખા સોલંકી નામના રબારી યુવાને રવિવારે સાંજના સમયે પસાર થતો હતો. તે દરમિયાન માનવકંકાલ નજરે પડતા આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવેલ માનવકંકાલ (હાડપીંજર) કબ્જે કરી તપાસ હાથ ધરતા પ્રાથમિક તારણમાં આ માનવ કંકાલ 10 થી 15 દિવસ પહેલાંનું સમયગાળા દરમિયાન અને કોઇ મહિલાનું હોવાનું જાણવા મળ્યું હતું તેમજ મહિલાની ઉંમર આશરે 40 થી 45 વર્ષની હોવાનું અને મહિલાએ કાળા-સફેદ-જીણી લાઈનીંગ વાળો શર્ટ અને બ્લુ કલરનું બ્લાઉઝ તથા બ્લુ કલરનો ચણીયો અને પીળી તથા બ્લુ કલરની ડીઝાઈનવાળી સાડી પહેરેલી હતી. પોલીસે આ માનવકંકાલને પીએમ માટે મોકલી અને મહિલાનું મોત કયા કારણસર થયું ? તે અંગેની તપાસ આરંભી હતી તેમજ મહિલાની ઓળખ મેળવવા અને હત્યા છે કે આત્મહત્યા ? તે અંગે પણ જીણવટભરી તપાસ હાથ ધરી હતી અને કાલાવડ પંથક તથા જામનગર જિલ્લામાં ગુમનોંધ થયેલી મહિલાઓની વિગતો મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular