Saturday, December 21, 2024
Homeબિઝનેસનિફ્ટી ફ્યુચર રેન્જ 15008 થી 15606 પોઈન્ટ ધ્યાને લેવી...!!!

નિફ્ટી ફ્યુચર રેન્જ 15008 થી 15606 પોઈન્ટ ધ્યાને લેવી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેરના પરિણામે ભારત મહાસંકટમાં આવીજતાં મોટા નુકશાનને લઈ કેન્દ્ર સરકાર આર્થિક રાહત આપવાની તૈયારી અને પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો થવા લાગતાં લોકડાઉનની પરિસ્થિતિ ગુજરાત સહિતના વિવિધ રાજયોમાં હળવી થવા લાગતાં આર્થિક ગતિવિધિ આગામી દિવસોમાં વધવાના પોઝિટીવ અંદાજો અને કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં પીએસયુ કંપનીઓમાં મોટાપાયે ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે એવા સંકેત સાથે કોર્પોરેટ પરિણામોના અંતિમ દોરમાં ઘણી કંપનીઓના પરિણામો પ્રોત્સાહક આવતાં ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો અને ફરી બીએસઇ સેન્સેક્સે ૫૧,૦૦૦ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૫૪૦૦ પોઈન્ટની સપાટી પાર કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના મહામારીના પરિણામે અસરગ્રસ્ત ક્ષેત્રો-ઉદ્યોગો માટે સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવાના આપવામાં આવેલા સંકેત અને વેક્સિનેશન પ્રોગ્રામને ફરી ઝડપી બનાવવા ફાઈઝર પાસેથી પાંચ કરોડ ડોઝ મેળવવા થઈ રહેલી વાટાઘાટ સાથે ભારતીય વેક્સિન કોવેક્સિનને પણ ડબલ્યુએચઓ પ્રમાણિત કરવા અને યુ.એસ.એફડીએની મંજૂરી મેળવવા પ્રયાસો ઝડપી બનતાં આગામી દિવસોમાં કોરોના મહામારીમાંથી ભારતને પણ ઝડપી મુક્ત કરી શકવાના ઊભી થયેલી આશાએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ભારતીય શેરબજારના ૧૪૬ વર્ષમાં પહેલીવાર મુંબઈ શેરબજારનું કદ ૩ ટ્રિલિયન ડોલરને આંબી ગયું હતું. દેશવાર જોવા જઇએ તો ભારત વિશ્વમાં ચોથો દેશ બન્યો છે જેના શેરબજારનું કદ ૩ ટ્રિલિયને પહોંચ્યું હતું. સૌથી મોટું શેરબજારનું કદ અમેરિકાનું છે, જ્યાં ડાઉ જોન્સ અને નેસ્ડેક શેરબજાર આવેલા છે અને સંયુક્ત માર્કેટ કેપ અંદાજે ૪૫ ટ્રિલિયન ડોલરનું થાય છે. ત્યારબાદ ચીન છે જ્યાં શાંઘાઈ, હોંગકોંગ અને શેનઝાંન માર્કેટ આવેલા છે અને ત્રીજા સ્થાને લંડન શેરબજાર છે. પરંતુ જો ભારતના બીએસઈ અને એનએસઈ બન્ને શેરબજારના માર્કેટ કેપને ભેગા કરવામાં આવે તો લંડન શેરબજાર કરતાં આગળ નીકળી જાય છે.

- Advertisement -

માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં વિશ્વમાં ભારત માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટ્રિએ ત્રીજા – ચોથા સ્થાને પહોંચ્યો છે. કોરોનાના બીજા વેવ પછી ભારતીય શેરબજારમાં તેજી થોડી ધીમી થઈ હોવા છતાં રોકાણકારોને છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર વળતર મળ્યું છે. શેરબજારની તેજી સાથે નવી કંપનીઓ પણ મૂડીબજારમાં નાણાં ઊભા કરવામાં સફળ રહી હતી.

વૈશ્વિક બજારમાં ભારતીય શેરબજારનું કદ વધવાની સાથે વૈશ્વિક ઇન્ડેક્સમાં પણ વેઇટેજમાં સુધારો થયો છે. મોર્ગન સ્ટેનલી કમ્પોઝિટ ઇન્ડેક્સ (એમએસસીઆઈ)માં ભારતના વેઇટેજમાં વધારો થતાં વિદેશી રોકાણકારોનું પણ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થયો છે. વૈશ્વિક રેટિંગ એજન્સીઓ અને સંસ્થાઓએ ભારતના જીડીપી ગ્રોથને ઘટાડ્યો હોવા છતાં તેની મર્યાદીત અસર જોવાઈ છે. ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક ફરીથી ૫૧,૦૦૦ પોઈન્ટની સપાટી વટાવીને બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરની ભારતીય અર્થતંત્ર પર અપેક્ષા કરતા વધુ અસર જોવા મળી રહી છે. કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં વેક્સિનેશનની ધીમી ગતિ અને વિવિધ રાજ્યો દ્વારા લાગુ થઈ રહેલા તબક્કાવાર લોકડાઉનને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાંકીય વર્ષના ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. બીજી લહેરની આર્થિક અસર ઝડપથી વધી રહી છે ત્યારે નિયમનકારી પગલાં જુનના અંત સુધી ચાલુ રહેવાની ધારણાંએ દેશના અર્થતંત્રને અંદાજીત ૭૪ અબજ ડોલરનું નુકસાન જવાનો અંદાજ છે, જે કે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સ્થિતિમાં સુધાર જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે.

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં કોરોનાના સેકન્ડ વેવ વચ્ચે રસીકરણની ઝુંબેશને કારણે સાવચેતીપૂર્વકનો આશાવાદ જોવા મળી રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યુ છે કે નબળું અર્થતંત્ર છતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. ખરેખર અર્થંતત્રમાં પુનઃ સુધારા અંગેની અનિશ્ચિતતા અને તેની સામે એસેટના મૂંલ્યાકન વચ્ચેના વધી રહેલો તફાવત હાલ વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. મહામારીનો વ્પાપ એક વાર પૂરો થાય અને રાહતના પગલાંને પાછા ખેંચવામાં આવ્યા પછી કેવી સ્થિતિ નિર્માણ થાય છે તે પછી આર્થિક રિકવરીનું ચિત્ર સ્પષ્ટ થશે.

કોરોનાની વિપરીત અસરને મર્યાદીત કરવા રાહતના પેકેજની જાહેરાત કરવામાં આવતા ફુગાવાને પ્રોત્સાહન મળ્યું છે અને તેને કારણે ભાવમાં વૃદ્ધિની સ્થિતિ સર્જાઈ છે. શેરબજારની ચાલ પર મની સપ્લાય અને એફપીઆઇના રોકાણની મોટી અસર રહે છે. શેરબજારની ચાલ પર આર્થિક સ્થિતિનો ચિતાર પણ મોટો ભાગ ભજવે છે, પરંતુ શેરબજારમાં મની સપ્લાય અને એફપીઆઇની સરખામણીએ આર્થિક અસર ઓછી જોવાઈ છે. શરૂઆતમાં કોવિડ-૧૯ને કારણે શેરબજારમાં મોટો ગભરાટ આવ્યો હતો. ઇક્વિટી રિસ્ક પ્રીમિયમમાં નોંધપાત્ર ઘટાડો થતાં ઇક્વિટીના ભાવમાં ધારણા કરતાં વધુ ઝડપે સુધારો આવ્યો હતો. હાલ ડિવિડંડ યીલ્ડ લાંબા ગાળાના ટ્રેન્ડ કરતાં નીચે આવ્યું છે, તેને જોતાં આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં બે તરફી વધઘટની સ્થિતિ જોવા મળે તેવી શક્યતા છે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૫૪૭૮ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૨૭૨ પોઇન્ટના પ્રથમ અને ૧૫૦૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૫૫૭૭ પોઇન્ટથી ૧૫૬૦૬ પોઇન્ટ, ૧૫૬૭૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૫૬૭૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૫૩૯૪ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૪૦૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૫૬૦૬ પોઇન્ટથી ૩૫૮૭૮ પોઇન્ટ, ૩૬૦૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૦૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ઓરિયન્ટ ઇલેક્ટ્રિક ( ૩૦૮ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૨૨ થી રૂ.૩૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૩૮ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) એપેકસ ફ્રોઝન ( ૨૭૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૫૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૪૨ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૮૮ થી રૂ.૨૯૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) પેટ્રોનેટ એલએનજી ( ૨૪૦ ) :- રૂ.૨૨૭ નો પ્રથમ તેમજ રૂ.૨૧૩ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૫૭ થી રૂ.૨૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) મધરસન સુમી ( ૨૩૪ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૩ થી રૂ.૨૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) અપોલો ટાયર ( ૨૨૩ ) :- રૂ.૨૧૩ નો પ્રથમ તેમજ રૂ.૨૦૮ ના સ્ટોગ સપોર્ટથી ઓટો ટાયર & રબર પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૩૭ થી રૂ.૨૪૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ ( ૨૦૩ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૧૩ થી રૂ.૨૨૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) હિન્દુસ્તાન કોપર ( ૧૭૬ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૬૫ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૮૪ થી રૂ.૧૯૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) જેકે પેપર ( ૧૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેપર & પેપર પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪ આસપાસ રોકાણકારે રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) કોટક બેન્ક ( ૧૮૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૭૭૭ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૯૭ ) :- આ સ્ટોક રૂ.૧૩૭૭ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૩૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) લુપિન લિમિટેડ ( ૧૨૧૨ ) :- ૮૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૧૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૧૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ઈન્ડીગો ( ૧૭૮૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૭૬૦ થી રૂ.૧૭૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૩૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) બાટા ઇન્ડિયા ( ૧૫૫૫ ) :- રૂ.૧૫૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૬૦૩ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) સિપ્લા લિમિટેડ ( ૯૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૭૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૮૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૧૯ થી રૂ.૯૦૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) જિંદાલ શૉ ( ૯૫ ) :- કન્સ્ટ્રક્શન ઇજનેરી સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૩ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) સનફ્લેગ લિમિટેડ ( ૮૨ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૯ થી રૂ.૯૫ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) જીએફેલ લિમિટેડ ( ૭૮ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઇન્ડસ્ટ્રીયલ ગેસ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૪ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ઈન્ફિબીમ એવેન્યુઝ ( ૪૧ ) :- રૂ.૩૩ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૪૭ થી રૂ.૫૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૫૫ ઉપર તેજી તરફી ધ્યાન…..!0021

શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular