ગુજરાતમાં તાઉ તે અને યાસ વાવાઝોડાની અસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે મોડી સાંજથી મોડી સાત સુધી રાજ્યના વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ઉત્તર ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લામાં વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જ્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં તો છાપરા ઉડવાની ઘટના સામે આવી હતી. હિંમતનરમાં મોડી સાંજે ભારે પવન સાથે વાવાઝોડું ફૂકાયું હતું. અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હોવાના સમાચાર મળ્યા હતા. આજે વહેલી સવારે વીજ પુરવઠો ફરીથી પૂર્વરત શરૂ થયો હતો. ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા જાણવા મળી રહ્યું છે કે ઉત્તર ગુજરાતના 7 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં પાટણના સિઘ્ઢપુરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે મહેસાણા અને ઊઝામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. હિંમતનગર, વિજયનગરમાં પણ વરસાદ પડ્યો હતો. ગતમોડી રાત્રે મહેસાણા જિલ્લાના ઊઝાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જોકે, વરસાદથી વાતવરણતી ઠંડક પ્રસરાઈ હતી. ભારે વરસાદ થયા તો ખેડ્તોને નુકસાન થયું છે. અચાનક વાતાવરણમાં આવેલા પલટાના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી પરંતુ ખેડૂતોમાં ચિંતાનું મોજું ડરી વળ્યું હતું. પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગત મોડી સાંજે પાટણ જિલ્લાના ચાણસ્મા, સિઘ્ટપુર અને પાટણના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો હતો.