SBI રિસર્ચના એક રિપોર્ટમાં કોરોના રોગચાળાનાં એક તરફ ગ્રાહકો મોટે ભાગે ઓનલાઇન ખરીદી કર્યા છે ત્યારે તકનો લાભ લેતા ગ્રોફર્સ, નેચર બાસ્કેટ, લિશિયસ જેવા પ્લેટફોર્મએ ઉંચા ભાવે ઉત્પાદનો વેચવાનું શરૂ કરી દિધું છે. મોટાભાગના ઓનસ્ટોરલાઇન સ્ટોર્સમાં રોગચાળા દરમિયાન ડિસ્કાઉન્ટમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. રિપોર્ટનાં જણાવ્યા પ્રમાણે, કોરોનાથી પહેલા ઓનલાઇન સ્ટોર્સ પર વેચનારા ઉત્પાદનોનાં ભાવ તેની MRP થી સૌથી ઓછા હતાં, કેમ કે ફિઝિકલ સ્ટોર્સથી હરિફાઇ સામે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું, હવે સંક્રમણનાં ભય અને લોકડાઉનથી સૌથી વધુ ગ્રાહકોએ ઓનલાઇન શોપિંગ શરૂ કરી દીધું છે, જેનાથી સ્ટોર્સએ પણ ડિસ્કાઉન્ટ આપવાનું ઓછું કરી દીધું છે. દેશનું કુલ સ્થાનિક ઉત્પાદનનો વૃદ્ધિ દર નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરમાં 1.3 ટકા રહેશે. જઇઈં રિસર્ચના રિપોર્ટ ઇકોરૈપમાં આનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે પાછલા નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં લગભગ 7.3 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ માર્ચ ત્રિમાસિક ગાળા માટે GDPનું પ્રારંભિક અનુમાન અને 31 મી મેના રોજ 2020-21 જાહેર કરશે.આગળના અહેવાલમાં જણાવાયું છે કે, “અમારા નાઉકાસ્ટિંગ મોડેલ મુજબ, ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિદર 1.3 ટકા રહેવાનું અનુમાન છે. SBIએ ચોથા ક્વાર્ટરમાં એક ટકાના ઘટાડાની આગાહી કરી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સમગ્ર નાણાકીય વર્ષ 2020-21માં GDP 7.3 ટકા જેટલો ઘટવાનું અનુમાન છે. તેણે અગાઉ સમાગ્ર નાણાકીય વર્ષમાં 7.4 ટકાનો ઘટાડો થવાનું અનુમાન લગાવ્યું હતું. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત અંદાજે 1.3 ટકાનાં વિકાસદરના આધારે 25 દેશોમાં પાંચમી સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હશે. આ 25 દેશોએ તેમના GDPનાં આંકડા જાહેર કર્યા છે.
કોરોના કાળમાં ઇ-કોમર્સ કંપનીઓએ તકનો ફાયદો ઉઠાવ્યો : SBI રિસર્ચ
ઓનલાઇન ખરીદી વધતાં મોટાભાગના ઓનલાઇન સ્ટોરે ડિસ્કાઉન્ટ ઘટાડી દીધું: માર્ચ ત્રિમાસિકમાં જીડીપી વૃધ્ધિ 1.3 ટકા રહેવાનો અંદાજ