ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતાં અને ગેરેજના સંચાલકે પાડેલાં કુતરી અને ગલુડિયાઓ આજુબાજુના રહેવાસીઓને કરડી જવાનો ભય લાગતો હતો. જેથી બાજુમાં રહેતાં ત્રણ શખ્સોએ કુતરીને માર મારતાં વચ્ચે બચાવવા પડેલાં માલિકને પણ લમધારી નાખ્યો હતો.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતાં અને ગેરેજ ચલાવતા ચેતન ધોરેચા નામના યુવાને તેના ઘરે કુતરી અને ગલુડિયા પાડયા હતાં. આ કુતરી અને ગલુડિયાઓ કરડી જવાનો ભય બાજુમાં રહેતાં લોકોને લાગતો હતો. જેથી બાજુમાં રહેતાં પાંચા વજા ભરવાડ, જસા ભરવાડ અને રવિ પાંચા ભરવાડ નામના ત્રણ શખ્સોએ કુતરી ઉપર લાકડાના ધોકા અને લાકડી વડે માર મારતાં બચાવવા વચ્ચે પડેલાં ચેતન નામના યુવાન ઉપર પણ ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં બનાવની જાણ થતાં હેકો. કે.ડી.કામરીયા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.
લતીપરમાં પાડેલાં કુતરા અને તેના માલિકને માર માર્યો
કુતરા કરડી જવાના ભયથી ત્રણ શખ્સોએ ધોકા અને લાકડી વડે લમધાર્યા