રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સૌરાષ્ટ્રના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું અને નુકસાનીનો તાગ મેળવ્યો હતો. ગઇકાલ બુધવારે પણ પ્રધાનમંત્રી મોદી સાથે મુખ્યમંત્રીએ લગભગ બે કલાક સુધી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. આપ સતત બીજા દિવસે હવાઇ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી વિજયભાઇની તસવીર નિહાળી રહ્યા છો.